શિહોર શહેર અને તાલુકા મથકના કોઈપણ સમાજના વ્યક્તિ આત્મહત્યા નો માર્ગ પ્રસંદ ન કરે એવી વિનંતી. જયરાજસિંહ મોરી - At This Time

શિહોર શહેર અને તાલુકા મથકના કોઈપણ સમાજના વ્યક્તિ આત્મહત્યા નો માર્ગ પ્રસંદ ન કરે એવી વિનંતી. જયરાજસિંહ મોરી


આત્મહત્યા કોઈ નિવાડો કે ઉપાય નથી, જયરાજસિંહે કહ્યું
કઈ પણ તકલીફ હોય તો અમારો સંપર્ક કરો, એકબીજાના
સંવાદથી સમાધાન અને સોલ્યુશન મળશે, ત્યાં સુધી કહ્યું કે
અમે તમારી સમસ્યાની ગુપ્તતા જાળવીશું, સાથે મળી
સમસ્યા હાલના પ્રયત્ન કરીશું, સરકાર અને તંત્ર કામ
જયરાજસિંહ અને ટીમે હાથમાં લીધું
સિહોર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વધી રહેલી
આત્મહત્યાની ઘટનાઓને લઈ લોકો ચિંતામાં છે. ત્યારે
આત્મહત્યાને રોકવા માટે સિહોર તાલુકા ક્ષત્રિય કારડીયા
રાજપૂત સમાજ યુવા સંઘ સંસ્થા મેદાનમાં આવી છે અને જેને
પણ આત્મહત્યાના વિચાર આવતા હોય એવા વ્યક્તિઓ કે
માનસિક રીતે પરેશાન વ્યક્તિઓ કે વિદ્યાર્થીઓ સંપર્ક કરી
જરૂરી માર્ગદર્શન મેળવી શકશે દેશમાં કોરોના પછી ધંધા,
રોજગારી અને વેપારમાં મંદીનું વાતાવરણ સર્જાયું છે જેના
લીધે આત્મહત્યાના બનાવો વધી રહ્યા છે. જેની વચ્ચે શિહોર અને ગ્રામ્યમાં પણ આત્મહત્યાના બનાવો વધી રહ્યા હોય તેને અટકાવવા સિહોર તાલુકા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ યુવા સંઘ સંસ્થા દ્વારા આજે આત્મહત્યા નિવારણ દિવસથી લોકો માટે હેલ્પ શરૂ કરેલ છે સમગ્ર મામલો જયરાજસિંહ મોરીએ કહ્યું આત્મહત્યા કે આતધાત ના વિચારો આવતા હોય કે જેવો માનસિક કે શારીરિક બીમારીથી પીડાતા હોય અથવા સામાજિક અને પરિવારિક સમસ્યાઓ આર્થિક સકડામણ. એકલતા વિદ્યાર્થીઓનું ભણતર અને પરીક્ષા ની ચિંતા જેવી કોઈપણ પ્રકારની ચિંતા હોય તો શિહોર તાલુકા કારડીયા રાજપૂત સમાજ યુવા સંસ્થા સદાય તેમની સેવામાં તત્પર છે જયરાજસિંહ ત્યાં સુધી કહ્યું અમે તમારી સમસ્યાની ગુપ્તતા જાળવીશું ઉલ્લેખનીય છે કે જે કામ સરકાર કે તંત્ર એ કરવાનું હોય તે કામ રાજપૂત સમાજના યુવા સંઘ શરૂ કરેલ છે જે સહનીય છે. રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.