ઇજનેરી, ફાર્મસી, MBA-MCAના પ્રોફેશનલ કોર્સની 636 કોલેજ ચાલુ વર્ષે ફી નહીં વધારી શકે
રાજ્યની ફી નિયમન સમિતિ (ટેક્નિકલ)એ 2022-23માં ફી વધારો નહીં કરવાનો નિર્ણય કર્યો
રાજ્યની 171 કોલેજોએ મહામારીથી અત્યાર સુધી ફી વધારો ન માગ્યો: વાલીઓને રાહત
કોરોના મહામારી બાદ શાળાઓમાં 15% સુધીનો ફી વધારો કરાયો છે પરંતુ ઈજનેરી, ફાર્મસી, એમબીએ અને એમસીએ સહિતના પ્રોફેશનલ કોર્સ ચલાવતી 636 શૈક્ષણિક સંસ્થાઓએ ચાલુ વર્ષ એટલે કે વર્ષ 2022-23માં પણ કોઈપણ પ્રકારનો ફી વધારો નહીં કરવા રાજ્યની ફી નિયમન સમિતિ (ટેક્નિકલ)એ નિર્ણય કર્યો છે. એટલે કે રાજ્યની 636 ખાનગી કોલેજોમાં આ વર્ષે ફી વધારો નહીં કરાય.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.