એનીમલ હેલ્પલાઈન દ્વારા ‘લમ્પી વાયરસથી ગૌમાતાઓનો બચાવ’ વિષય પર વેબિનાર જાણીતા સાહિત્યકાર માલદે આહિર આપશે વક્તવ્ય - At This Time

એનીમલ હેલ્પલાઈન દ્વારા ‘લમ્પી વાયરસથી ગૌમાતાઓનો બચાવ’ વિષય પર વેબિનાર જાણીતા સાહિત્યકાર માલદે આહિર આપશે વક્તવ્ય


એનીમલ હેલ્પલાઈન દ્વારા ‘લમ્પી વાયરસથી ગૌમાતાઓનો બચાવ’ વિષય પર વેબિનાર

જાણીતા સાહિત્યકાર માલદે આહિર આપશે વક્તવ્ય

રાજકોટ કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઈન - રાજકોટ દ્વારા ‘લમ્પી વાયરસથી ગૌમાતાઓનો બચાવ’’ વિષય પર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ વેબિનારમાં સાહિત્યકાર માલદે આહિર લમ્પી વાયરસથી અસરગ્રસ્ત ગાયોની પરીસ્થિતિ વિષે જણાવશે અને વર્તમાન સમયમાં ગૌધનને લમ્પી વાયરસ વિષે કેટલું નુકસાન થયું છે અને આ રોગનાં કારણે પશુધન ઓછુ થવાથી કેવા અને કેટલા પ્રકારના નુકસાન થશે તેમજ વેદ, પુરાણ, શાસ્ત્રો, ઋષીમુની, યોગીઓ, ગોરખ દિલીપરાજાથી ભગવાન ક્રૃષ્ણથી આગળ વર્તમાન સુધી ગાયમાતાની મહતા, ગુણ, દેવત્વ, ઉલેખો, શ્લોકો, મંત્રો, મહાભારત પર્વમા ગાયની મહતા વિશે, પદ્મપુરાણ, ભાગવત અને વેદમા ગાયમાતાની મહતા અને તેના ગૌ દ્રવ્યોની દેવત્વભર ગુણગાથા વિષેની ચર્ચા કરશે. આ વેબિનારમાં ગૌસેવા ક્ષેત્રનાં શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહેશે. વેબિનારનું આયોજન તારીખ 9 સપ્ટેમ્બરે શુક્રવારનાં રોજ સવારે 10:30 વાગ્યે રાખવામાં આવેલ છે. આ વેબિનાર કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઈન – રાજકોટનાં ફેસબુક પેઈજ https://www.facebook.com/animalhelplinekarunafoundation પર લાઈવ નિહાળી શકાશે.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.