5 સપ્ટેમ્બર, “ઇન્ટરનેશનલ ચેરિટી ડે” “વિશ્વ અનુદાન દિવસ” પર કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઇન- રાજકોટ દ્વારા અનુદાનની અપીલ - At This Time

5 સપ્ટેમ્બર, “ઇન્ટરનેશનલ ચેરિટી ડે” “વિશ્વ અનુદાન દિવસ” પર કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઇન- રાજકોટ દ્વારા અનુદાનની અપીલ


5 સપ્ટેમ્બર, “ઇન્ટરનેશનલ ચેરિટી ડે” “વિશ્વ અનુદાન દિવસ” પર કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઇન- રાજકોટ દ્વારા અનુદાનની અપીલ

5 સપ્ટેમ્બર, “ઇન્ટરનેશનલ ચેરિટી ડે” “વિશ્વ અનુદાન દિવસ” પર કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઇન- રાજકોટ દ્વારા અનુદાનની અપીલ “ઇન્ટરનેશનલ ચેરિટી ડે” દર વર્ષે 5 સપ્ટેમ્બરનાં દિવસે ઉજવવામાં આવે છે. “ઇંટરનેશનલ ચેરિટી ડે” એ દાનનું મહત્ત્વ દર્શાવવાના ઉદ્દેશ્યથી મનાવવામાં આવે છે. સનાતન ધર્મમાં દાનને મહાન કર્મ દર્શાવવામાં આવ્યું છે. દાન કરવાથી પુણ્યફળ પ્રાપ્ત થાય છે એવું શાસ્ત્રોમાં પણ કેહવામાં આવ્યું છે. યૂનાઇડેટ નેશન દ્વારા આ દિવસને માન્યતા પ્રાપ્ત થઈ હતી. વર્ષ 2012માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ “ઇન્ટરનેશનલ ચેરિટી ડે” ની સત્તાવાર જાહેરાત કરી. 5 સપ્ટેમ્બરના રોજ મધર ટેરેસાની પુણ્યતિથિ પર “ઇન્ટરનેશનલ ચેરિટી ડે” ઉજવવામાં આવે છે. તેમણે સમાજમાંથી ગરીબી દૂર કરવા, જરૂરતમંદ લોકોની મદદ કરવા અને તેમની તકલીફોને દૂર કરવાના કાર્યોમાં તેમણે અભૂતપૂર્વ યોગદાન આપ્યું હતું. આ દિવસ દાન પ્રત્યે જાગરૂકતા વધારવા અને વૈશ્વિક સ્તર ચેરીટી કરવાનો ઉત્તમ દિવસ છે.

રાજકોટમાં છેલ્લા 18 વર્ષથી સેવારત એનીમલ હેલ્પલાઇન દ્વારા “અનુદાન દિવસ” નિમિતે અનુદાન આપવા અપીલ કરવામાં આવી છે. એનીમલ હેલ્પલાઈન રસ્તે રઝળતા, નીરાધાર, બિમાર પશુઓ, રેલવે ટ્રેકમાં ઘવાયેલી ગાયો, રોડ અકસ્માતમાં ઘવાયેલા નાનામોટા પશુ-પંખીઓને વિનામૂલ્યે ઓપરેશન સહિતની સારવાર આપવામાં આવે છે. છેલ્લા 18 વર્ષથી કરુણા ફાઉન્ડેશન દ્વારા મૂંગા, બિનવારસી પશુ-પક્ષીઓની વિનામૂલ્યે સારવાર કરતું 'મોબાઈલ પશુ ચિકિત્સાલય','એનિમલ હેલ્પલાઇન અને વેટરનરી હોસ્પિટલ' સ્વરૂપે સેવારત કરાયું છે. અત્યાર સુધીમાં 7,00,000 જેટલા બિનવારસી પશુ-પક્ષીઓની સ્થળ ઉપર જ વિનામૂલ્યે, નિષ્ણાંત ડોક્ટરોની ટીમ દ્વારા, 10 (દસ) એમ્બ્યુલન્સ તેમજ બે બાઇક એમ્બયુલન્સ થકી ઓપરેશન સહિતની સારવાર થઈ છે, થતી રહે છે. દર માસે લગભગ 9000 જેટલા બિનવારસી પશુ-પક્ષીઓની નિષ્ણાંત પશુચિકીત્સકોની ટીમ દ્વારા, સ્થળ પર જ, વિનામૂલ્યે તેઓ સાજા થાય ત્યાં સુધીની સઘન સારવાર કરવામાં આવે છે. બીમાર અને અશકત, અકસ્માતથી ઘવાયેલ પશુ-પક્ષીઓને ગૌશાળા/પાંજરાપોળ/સંસ્થાની જ નિઃશુલ્ક વેટરનરી હોસ્પિટલમાં દાખલ કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવે છે. કુતરીઓનાં 590 જેટલા સીઝરીયન ઓપરેશન, 670થી વધારે ગૌ માતાનાં હોર્ન કેન્સરના (શીંગડાનું કેન્સર) ઓપરેશન કરવામાં આવ્યા છે. આસ-પાસના ગ્રામ્ય વિસ્તારો તેમજ ગૌશાળામા 260 જેટલા પશુ રોગ નિદાન-સારવાર કેમ્પ કરવામાં આવ્યા છે. સંસ્થા દ્વારા વિશ્વનું સૌપ્રથમ એવું પશી-પક્ષીઓ માટેનું રોજીંદુ “હરતુ ફરતુ અન્નક્ષેત્ર" ચલાવવામાં આવે છે. જેમાં શહેરમાં વિવિધ સ્થળોએ, વિવિધ ચબૂતરાઓમાં પક્ષીઓને ૠતુ અનુસાર 300 કિ.ગ્રા. ચણ દરરોજ આપવામાં આવે છે. 15 જેટલા વિસ્તારોમાં રોજ 160 લીટર દુધ અને 70 કિલો લોટની રોટલીનું ભોજન, 700 થી વધુ શ્વાનોને પીરસવામાં આવે છે. નાના જીવને પણ ખોરાક મળી રહે તે માટે દરરોજ કિડીઓને 20 કિ.ગ્રા. કીડીયારૂ પુરવામાં આવે છે. કાગડા-કાબર ને અનુકુળ ફરસાણ પીરસાય છે. લોટની 50 કિ.ગ્રા. ગોળી બનાવી દરરોજ માછલીને આપવામાં આવે છે. વેરાવળ, જામનગર, જુનાગઢ, સુરેન્દ્રનગર, મહુવા,ચોટીલા, મોરબી, બોટાદ, દિવ, ભાવનગર, દ્વારકા, થાન સહીતનાં શહેરોમાં એનીમલ હેલ્પલાઈનનો શુભારંભ કરાવવામાં સંસ્થા નિમીત બની છે. સમગ્ર ગુજરાત તેમજ સમગ્ર ભારતમાં, વિશ્વમાં હેલ્પલાઇન ચાલુ થાય તેવું સંસ્થાનું ધ્યેય છે. આ પ્રકારની અનુદાન અંગે વિવિધ તીથી યોજના પણ કાર્યરત છે. સંસ્થાને કોઈ કાયમી ભંડોળ નથી કે કોઈ નીયમીત આવકનું સાધન નથી, સંસ્થા પ્રવર્તમાન મોંઘવારીની સ્થિતીના હિસાબે,ગૌ સેવા જીવદયા પ્રવૃતીઓનો નિર્વાહ કરવો ખુબ મુશ્કેલ બન્યો છે. અત્યારે પણ સંસ્થા લાખો રૂપિયાનાં દેણામાં છે. પવિત્ર પર્યુષણ પર્વ નિમિતે અનુદાન આપી અબોલ જીવોનાં પ્રાણદાનમાં ઉપયોગી થવા કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ- એનીમલ હેલ્પલાઈન દ્વારા અપીલ કરાઇ છે. કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઈનનાં મિતલ ખેતાણી (મોઃ ૯૮૨૪૨ ૨૧૯૯૯), પ્રતિક સંઘાણી (મો.૯૯૯૮૦૩૦૩૯૩) પર ફોન કરવાથી આપને ત્યાંથી અનુદાન સ્વીકારવાની વ્યવસ્થા કરાશે. સંસ્થાનાં પ્રમુખ તરીકે મિતલ ખેતાણી, ટ્રસ્ટીઓ ધીરૂભાઇ કાનાબાર, ઘનશ્યામભાઇ ઠકકર, સેક્રેટરી પ્રતિક સંઘાણી, રમેશભાઈ ઠકકર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઈ ભરાડ,ગૌરાંગભાઈ ઠક્કર, પારસભાઈ મહેતા સેવા આપે છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સંસ્થાને અનેક એવોર્ડસ મેળવવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે. સમગ્ર ભારતમાં પશુ સારવાર ક્ષેત્રે ટોચનું સ્થાન ધરાવતી અને જીવદયા ક્ષેત્રે ભારત સરકાર દ્વારા સર્વશ્રેષ્ઠ સંસ્થાનો એવોર્ડ મેળવનાર સંસ્થા કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ - એનીમલ હેલ્પલાઈન અત્યાર સુધીમાં સમગ્રપણે 24 કરોડ અને વાર્ષીક ચાર કરોડનાં માતબર ખર્ચે સેવારત આ સંસ્થાને સહકાર આપવા અપીલ કરાઇ છે. સંસ્થાની વેબસાઇટ (www.animalhelpline.in) ની તથા www.animalhelpline.in મુલાકાત લેવા વિનંતી કરાઇ છે. વેબસાઈટ પર ઓનલાઈન ડોનેશન સ્વીકારવાની પણ વ્યવસ્થા કરાઈ છે. સંસ્થા દ્વારા નાની સાઇઝની આકર્ષક દાન પેટી તૈયાર કરાઇ છે જે આપના ધંધાના સ્થળે/ઘરે મુકી યથાશક્તિ અનુદાન આ પેટીમાં નંખાવી શકાય છે. અનુદાન પેટી મેળવવા તેમજ દર મહિને ફીકસ, સ્વૈચ્છીક અનુદાન આપવાની યોજનામાં ભાગ લેવા મિતલ ખેતાણી (મોઃ ૯૮૨૪૨ ૨૧૯૯૯), પ્રતિક સંધાણી (મો. ૯૯૯૮૦ ૩૦૩૯૩)નો સંપર્ક કરવો. સંસ્થાને મળતું દાન આવક વેરા મુકિત પ્રમાણપત્ર ૮૦A જી કલમ હેઠળ કરમુક્ત છે. સંસ્થા વિદેશથી મળતું દાન સ્વીકારવાનું લાયસન્સ FCRA હેઠળ ધરાવે છે. સંસ્થાની બેંક ડીટેઇલ્સ બેંક ઓફ બરોડા (રાજકોટ મેઇન, રાજકોટ) A/c No. 03600100026705 તથા RTGS/NEFT IFSC CODE BARB0RAJKOT. ચેક/ડ્રાફ્ટ 'શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ' ના નામનો બનાવવો.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.