અમરેલી – દામનગર બસના રૂટ રી શેડ્યુલ કરવા રજુઆત.
અમરેલી - દામનગર બસના રૂટ રી શેડ્યુલ કરવા રજુઆત.
અમરેલી અમરેલી-દામનગર બસના રૂટ રી શેડ્યુલ કરવા રજુઆત.પ્રા.જે.એમ.તલાવીયાએ વિભાગીય અધિકારી બ્રિજરાજસિંહ જાડેજાને પત્ર પાઠવ્યો.
અમરેલી- દામનગર થી લાઠી અને અમરેલી અંદાજે ૭૦ વિદ્યાર્થી ભાઈ - બહેનો જુદી - જુદી શાળા - કોલેજોમાં અભ્યાસ કરે છે અને અપ - ડાઉન કરે છે, ઉપરાંત ઘણા બધા કર્મચારીઓ પણ અપ - ડાઉન કરે છે. આ વિદ્યારથીઓ, કર્મચારીઓ અને અન્ય મુસાફરોની અનુકૂળતા માટે અમરેલી - દામનગર અને દામનગર - અમરેલી બસના રૂટમાં ફેરફારો કરવા અને જુના રૂટ શરૂ કરવા જરૂરી છે, જેમાં ; (૧) અમરેલી - દામનગર સવારે ૫.૫૫ કલાકે ઉપડતી હતી જે દામનગરથી ૭.૦૦ કલાકે પરત ફરતી હતી, આ બસ ટ્રાફિક હોવા છતાં બંધ કરવામાં આવી છે, જે ફરી શરૂ કરવામાં આવે કે જેથી વિદ્યાર્થીઓને પણ લાભ મળે. (૨) અમરેલી - દામનગર સવારે ૮.૧૫ કલાકે ઉપડતી હતી જે દામનગરથી ૯.૩૦ કલાકે પરત ફરતી હતી, આ બસ પણ ટ્રાફિક હોવા છતાં બંધ કરવામાં આવી છે, જે ફરી શરૂ કરવામાં આવે. (૩) અમરેલી - દામનગર બપોરે ૪.૧૦ કલાકે ઉપડતી હતી, જે દામનગરથી ૫.૨૫ કલાકે પરત ફરતી હતી, આ બસ પણ ટ્રાફિક હોવા છતાં બંધ કરવામાં આવી છે, જે ફરી શરૂ કરવામાં આવે કે જેથી અપ - ડાઉન કરતા કર્મચારીઓને લાભ મળે. (૪) દામનગર - અમરેલી બસનો ઉપડવાનો સમય સવારે ૬.૧૫ કલાકના બદલે સવારે ૬.૪૫ કલાકનો કરવામાં આવે કે જેથી લાઠી અને અમરેલી ખાતે જતા વિદ્યાર્થી ભાઈ - બહેનો સમયસર શાળા - કોલેજ પહોંચી શકે. (૫) અમરેલી - કાચરડીનો ઉપડવાનો સમય સાંજે ૭.૦૦ કલાકના બદલે સાંજે ૬.૦૦ કલાકનો કરવામાં આવે. (૬) અમરેલી - ભોરિંગડાનો સમય સાંજે ૫.૦૦ કલાકનો છે તે બરાબર છે પરંતુ ૫.૧૫ કલાકે અમરેલી થી દામનગર અને ત્યાંથી આગળ ખારાપાટના ગામડાની એક વધારાની બસ લંબાવવામા આવે કારણ કે બપોર પછીની પાળીના ૭૦ વિદ્યાર્થીઓ એક જ બસમાં દામનગર આવે છે, જેમાં દીકરીઓને ખૂબ પરેશાની થાય છે. આ અંગે યોગ્ય ઘટતી કાર્યવાહી કરવા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના અમરેલી નગર અધ્યક્ષ પ્રા.જે.એમ.તલાવીયાએ રાજ્ય પરિવહન નિગમના વિભાગીય અધિકારી બ્રિજરાજસિંહ જાડેજાને વિગતે પત્ર લખી માંગણી કરી છે. તેમણે આ અંગે કૌશિકભાઈ વેકરિયા અને વિમલભાઈ નથવાણીને પણ પત્રો પાઠવી જાણ કરી છે.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.