કોમર્સ કોલેજ અમરેલીમાં સ્વીપ અંતર્ગત કાર્યક્રમ યોજાયો. ઇ.વી.એમ.નું નિદર્શન યોજાયું. - At This Time

કોમર્સ કોલેજ અમરેલીમાં સ્વીપ અંતર્ગત કાર્યક્રમ યોજાયો. ઇ.વી.એમ.નું નિદર્શન યોજાયું.


કોમર્સ કોલેજ અમરેલીમાં સ્વીપ અંતર્ગત કાર્યક્રમ યોજાયો. ઇ.વી.એમ.નું નિદર્શન યોજાયું.

અમરેલી કોમર્સ કોલેજ અમરેલીમાં સ્વીપ અંતર્ગત કાર્યક્રમ યોજાયો. ઇ.વી.એમ.નું નિદર્શન યોજાયું.
પ્રાંત અધિકારીની હાજરીમાં વિદ્યાર્થીઓએ હોંશે હોંશે સહી જુબેશમાં ભાગ લીધો. અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે.કે.પારેખ કોમર્સ કોલેજ - અમરેલીમાં સ્વીપ અંતર્ગત જિલ્લા પ્રાંત અધિકારી શ્રીદેસાઈસાહેબના માર્ગદર્શન નીચે એમની ઉપસ્થિતિમાં ઇ.વી.એમ.નું નિદર્શન યોજાયું હતું. જેમાં કન્ટ્રોલ યુનિટ, બેલેટ યુનિટ અને વી.વી.પેટ યુનિટ કેવી રીતે કામ કરે છે તેની વિસ્તૃત જાણકારી અને મત કેવી રીતે અપાય એ અંગે વિદ્યાર્થી ભાઈ - બહેનોને નિદર્શન કરી પ્રાયોગિક કરાવવામાં આવ્યું હતું.આ ઉપરાંત મતદાર યાદીમાં નામ નોંધાવવા અને અચૂક મતદાન કરવા સહી ઝુંબેશ કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓએ હોંશે હોંશે ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં એન.એસ.એસ.ડિસ્ટ્રિક્ટ કોઓરડીનેટર અને એન.એસ.એસ.પ્રોગ્રામ ઓફિસર પ્રા.જે.એમ.તલાવીયાએ વિદ્યાર્થીઓને કાર્યક્રમની સંપૂર્ણ રૂપરેખા આપી હતી.અને.એન.એસ.એસ.પ્રોગ્રામ ઓફિસર ડો.જે.ડી.સાવલીયાએ સંપૂર્ણ વ્યવસ્થાઓ કરી હતી જ્યારે ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડો.પી.કે.ત્રિવેદીએ સૌને આવકાર્યા હતા. કાર્યકમના અંતે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પટણીસાહેબે સૌને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ તકે નાયબ સીટી મામલતદાર.શ્રીપંડ્યાસાહેબ, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રીમતી નિમિષાબેન દવે, તાલુકા સ્વીપ નોદલ શ્રી આનંદભાઈ ભટ્ટ તાલુકા સ્વીપ નોડલ શ્રીરીતેશભાઈ શિંગાળા, તાલુકા સ્વીપ નોડલ શ્રીનીતિનભાઈ જાની, આઈ.ટી.આઈ સ્વીપ ઇન્સ્પેક્ટર શ્રીઆકાશભાઈ પંડ્યા નાયબ મામલતદાર શ્રીગુર્જરસાહેબ તથા લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી)ના પ્રમુખ ભુપતભાઇ ભુવા, લાયઝન ઓફિસર ડો.એમ.એમ.પટેલ, લા. ડો.મદેશભાઈ પટેલ, લા. સહસભાઈ ઉપાધ્યાય વગેરેએ ઉપસ્થિત રહી વિદ્યાર્થી ભાઈ - બહેનોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું તેમ આઈ.કયું.એ.સી. કોઓરડીનેટર પ્રા.ભારતીબેન ફીણવીયાએ જણાવ્યું હતું.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.