રાજકોટમાં પુત્રીને મારી નાખવાની ધમકી આપી નરાધમે મહિલા પર ગુજાર્યો બળાત્કાર - At This Time

રાજકોટમાં પુત્રીને મારી નાખવાની ધમકી આપી નરાધમે મહિલા પર ગુજાર્યો બળાત્કાર


રાજકોટમાં વધુ એક બળાત્કાર ગુજાર્યાની ઘટના સામે આવી છે.જેમાં મવડી વિસ્તારમાં રહેતી મહિલા પર તેના જ પાડોશમાં રહેતો શખ્સ મહિલાની પુત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપી મહિલાને અવાર નવાર હવસનો શિકાર બનાવતો હતો.જેની ફરીયાદ માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે નરાધમ વિરૂદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.
બનાવ અંગેની મળતી માહિતી મુજબ મવડી પ્લોટ પાસેના વિસ્તારમાં રહેતી મહિલાના પતિ હોમગાર્ડની નોકરી કરતા હોય જેને કેન્સરની બીમારી થતા તેના પડોશમાં રહેતો અને ચાનો વેપાર કરતો જગદીશ ઉર્ફે દાનો હરિભાઈ સિંધવએ તેના પતિને સંતાવના આપી હતી અને તેના પતિ સાથે ઓળખાણ કેળવી અવારનવાર તેના ઘેર જતો હતો એકાદ વર્ષ પહેલા રાત્રીના પતિ નોકરી પર ગયા હતા ત્યારે મહિલાની પુત્રી સુતી હોય તે દરમ્યાન ઘરમાં ઘુસી શારીરિક સંબંધની માંગણી કરી હતી જે અંગે મહિલાએ ના પાડતા તારી પુત્રીને જાનથી મારી નાખીશ ચુપ રહેજે કહી મરજી વિરુદ્ધ મહિલા પર દુષ્કર્મ આચર્યું હોવાનું જણાવ્યું હતું.દરમ્યાન આબરૂ જવાની બીકે તેણીએ તેના પતિને આ વાત જાણ કરેલ ન હતી. ત્યાર બાદ બે માસ પછી રાત્રીના સમયે ફરી ઘરમાં ઘુસી ” હું આખી સોસાયટીમાં તારું નામ બદનામ કરી નાખીશ ” તેમ કહી ફરી દુષ્કર્મ આચર્યું હોવાનું તેમજ પતિ રાત્રીના સમયે નોકરી પર જતા ત્યારે અવારનવાર ઘરમાં ઘુસી જગદીશ ઉર્ફે દાનો બળાત્કાર ગુજારતો હતો. પરંતુ મહિલાએ આબરૂ જવાની બીકે કોઈને જાણ કરી ન ન હતી
ગત તારીખ 17-8-ના રોજ રાંધણ છઠનો તહેવાર હતો ત્યારે ઘેર કામ કરતી હતી ત્યારે જગદીશએ ઘરમાં ઘુસી સંબંધ રાખવા અંગે ધાક ધમકી આપના મહિલાઓ તેને ઘરની બહાર નીકળી જવાનું કહી દેકારો કરતા જગદીશે મારકૂટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી નાશી જતા ગભરાયેલી મહિલા તેના માવતરના ઘેર ચાલી જઈ બનાવ અંગે પરિવારને તથા પતિને વાત કરી હોવાનું જણાવતા માલવિયાનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે જગદીશ ઉર્ફે દાનો હરિભાઈ સિંધવ સામે બળાત્કારનો ગુનો નોંધી પીઆઇ કે.એમ.ભુકણ સહિતના સ્ટાફે ધરપકડ કરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.