કડાણામાં અસ્થિર મગજની મહિલાનું પરિવાર સાથે મિલન એક અઠવાડિયાથી વૃદ્ધ મહિલા ગુમ થઈ હતી - At This Time

કડાણામાં અસ્થિર મગજની મહિલાનું પરિવાર સાથે મિલન એક અઠવાડિયાથી વૃદ્ધ મહિલા ગુમ થઈ હતી


કડાણા તાલુકાના નવામાળ ગામે પાસે સોમવારના સાંજના સમયે એક માનસિક અસ્થિર મગજની મહિલા રસ્તા પર ભૂલી પડી હોવાની જાણ ગામના જયદીપસિંહ પૂવાર દ્વારા કડાણા પોલીસ મથકે કરવામાં આવી હતી જેથી પોલીસ તાત્કાલિક માળ ગામે પહોંચી અસ્થિર મગજની વૃદ્ધ મહિલા ઉં.વ આશરે ૬૦ વર્ષને પોલીસ સ્ટેશને લાવી ન્હાવડાવી સ્વચ્છ કપડા પહેરાવી પોલીસ દ્વારા સ્ત્રીની પૂછ પરછ કરવામાં આવતા તેમના મોઢે રાબડીયા ગામ બોલતા કોઠંબા પોલીસ વિસ્તારમાં આવતા કોઠંબા પોલીસ મિત્રોને વ્હોટ્સપ મેસેજ કરી ફોટા મોકલી તેના કુટુંબી સુધી પહોંચાડતા જાણવા મળ્યું હતું કે મહિલા નું પિયર બાલાસિનોર ના રાબડીયા ગામ અને સાસરી બારડુંગરી હોવાનું જાણવા મળ્યું હતું તેના સગા સંબંધીઓનો સંપર્ક કરી તેમને કડાણા પોલીસ સ્ટેશને બોલાવી અસ્થિર મગજની મહિલા સવિતાબેન સનાભાઇ ઝાલાને કડાણા પોલીસ સ્ટેશન બોલાવી મિલન કરાવી સગા સંબંધીઓને સોંપવામાં આવ

રીપોટર.ભીખાભાઈ ખાંટ
મહીસાગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.