જસદણ :આટકોટ ફોરલેન પર પડ્યા મસમોટા ગાબડાં - At This Time

જસદણ :આટકોટ ફોરલેન પર પડ્યા મસમોટા ગાબડાં


જસદણ :આટકોટ ફોરલેન પર પડ્યા મસમોટા ગાબડાં, વાહનચાલકોમાં અકસ્માતનો ભય પરસેવો પાડી પ્રજા સરકારની તિજોરી ભરે અને તંત્ર આ રીતે પૈસાનું પાણી કરે!

રૂ.12 કરોડના ખર્ચે બનેલા રોડ પર ટૂંક સમયમાં જ ગાબડાં પડી જતા

કામગીરી સામે સવાલ જસદણ-આટકોટ વચ્ચેનો રોડ બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો હતો. જેના કારણે વાહનચાલકો ત્રાસી ગયા હતા. જેથી રાજ્યના કેબીનેટ મંત્રીએ રૂ.12 કરોડના ખર્ચે આ રોડને ફોરલેન બનાવવા માટે મંજૂર કરાવતા આ રોડનું કામ પણ પૂર્ણ કરી દેવામાં આવ્યું હતું. જો કે આ રોડ બન્યાના ટૂંકા સમયમાં જ ઠેકઠેકાણે ગાબડાંઓ પડી જતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. હાલ જસદણ-આટકોટ રોડ પર દરરોજ બે હજારથી વધારે વાહનો પસાર થઈ રહ્યા છે. હાલ જસદણથી આટકોટ સુધીનો 7 કિલોમીટરનો રસ્તો કાપવામાં વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે અને આંખે ફરજિયાત ચશ્માં પહેરીને પસાર થવું પડી રહ્યું છે. જેથી આ સમસ્યાનું વહેલી તકે નિવારણ કરવામાં આવે અને આ કામના કોન્ટ્રાક્ટરને વહેલી તકે રોડનું રીપેરીંગ કામ કરવાની સૂચના આપવામાં આવે તેવી આ રોડ પરથી પસાર થતા દરેક વાહનચાલકોની પ્રબળ માંગણી ઉઠવા પામી છે.

રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.