રાજકોટમાં મેલેરીયાના 4, ડેન્ગ્યુના 8 અને શરદી-ઉધરસના 224 કેસ નોંધાયા, સિઝનલ રોગચાળાના દર્દીઓની સંખ્યા વધી
મચ્છરજન્ય રોગચાળાના કારણે લોકોએ સતર્ક રહેવું પડે છે અને આરોગ્ય વિભાગની દોડાદોડી વધી છે. તા. 29-8 થી 04-9 દરમ્યાન મેલેરીયાના 4 અને ડેન્ગ્યુના 8 કેસ આવ્યા છે. જોકે ડેંગ્યુ પણ આ વર્ષે કોરોનાની જેમ જરા પણ તિવ્ર બન્યો નથી. બીજી તરફ સિઝનલ રોગચાળાના દર્દીઓની સંખ્યા વધતી જાય છે. એક સપ્તાહમાં શરદી, ઉધરસના 224, સામાન્ય તાવના 63 અને ખોરાકજન્ય ઝાડા-ઉલ્ટીના 68 દર્દીની નોંધ થઇ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.