જસદણ વિંછીયા તાલુકા કક્ષાનો "કલા મહાકુંભનો"કાર્યક્રમ યોજાયો - At This Time

જસદણ વિંછીયા તાલુકા કક્ષાનો “કલા મહાકુંભનો”કાર્યક્રમ યોજાયો


જસદણ વિંછીયા તાલુકા કક્ષાનો "કલા મહાકુંભનો"કાર્યક્રમ યોજાયો

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર આયોજીત જીલ્લા યુવા વિકાસ અધિકારી રાજકોટ કચેરી તેમજ જસદણ તાલુકા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ ના સયુંકત ઉપક્રમે "આઝાજી કા અમૃત મહોત્સવ" કાર્યક્રમ અંતર્ગત જસદણ/વિંછીયા તાલુકા કક્ષાનો "કલા મહાકુંભનું" આયોજન જસદણ ક્રિષ્ના સ્કૂલ માં યોજાયો હતો. તાલુકા કક્ષાની જુદી જુદી 14 સ્પર્ધામાં બને તાલુકાની અલગ અલગ શાળાના 457 વિદ્યાર્થીએ ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆતમાં રાજકોટ થી પધારેલ આર. એલ.લકુમ, આર.કે.ચૌધરી, sfs પ્રમુખ ભાવેશભાઈ વેકરીયા, sfs મહામંત્રી હિતેશભાઈ રામાણી, જયેશભાઈ ઢોલરીયા, દિલીપભાઈ રામાણી, ચંદ્રેશભાઈ છાયાણી,એ દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શુભ શરૂઆત કરી.ક્રિષ્ના સ્કૂલ ના સંચાલક દિલીપભાઈ રામાણી, ચંદ્રેશભાઇ છાયાણી, નિલેશભાઈ તેમજ શાળાના તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવવામાં મદદરૂપ થયા હતા.આ તકે રાજકોટ જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી એસ.વી.દિહોરા સાહેબએ દરેકનો આભાર વ્યક્ત કર્યો હતો.

રિપોર્ટ રસિક વિસાવળીયા7203888088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.