અમદાવાદમાં શ્રીજી હોસ્પિટાલિટી દ્વારા વિવિધ નવા ભારતના નિર્માણ માટે યુવાનોને જાગૃત કરવાનો કાર્યક્રમ યોજાયો Igniting youth for new india' તરીકે ૨૦ અલગ અલગ શ્રેત્ર ના યુવાન ને સન્માનિત કરવામાં આવ્યા - At This Time

અમદાવાદમાં શ્રીજી હોસ્પિટાલિટી દ્વારા વિવિધ નવા ભારતના નિર્માણ માટે યુવાનોને જાગૃત કરવાનો કાર્યક્રમ યોજાયો Igniting youth for new india’ તરીકે ૨૦ અલગ અલગ શ્રેત્ર ના યુવાન ને સન્માનિત કરવામાં આવ્યા


lઅમદાવાદમાં આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ નવા ભારતના નિર્માણ માટે યુવાનોને જાગૃત કરવા અને તેમની પ્રતિભા બહાર લાવવા માટે શ્રીજી હોસ્પિટાલિટી દ્વારા નવા ભારના નિર્માણ માટે યુવાનોમાં ચેતના જગાવવાના કાર્યક્રમનું આયોજન અમદાવાદ મેનેજમેન્ટ એસોશિએશન (AMA) વસ્ત્રાપુર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદિપ પરમાર તેમજ ગુજરાત રાજ્ય ના ડીજીપી અનીલ પ્રથમ સાહેબ ઉપસ્થિત રહ્ય છેહતા . કાર્યક્રમનો હેતું કલા અને સંસ્કૃતિ, પત્રકારત્વ, પર્યાવરણના રક્ષણ, વિકાસ, સાહિત્ય, સમાજસેવા, આરોગ્ય, શિક્ષણ અને રમત ગમત વગેરે ક્ષેત્ર સંકળાયેલા યુવાનોની સર્જનાત્મક શક્તિ વિકસે તે માટે પ્લેટફોર્મ આપવાનો છે. તેમજ સ્વપ્નદ્રષ્ટા આગેવાનોનું અભિવાદન કરવામાં આવેલ હતું જેમાં ગુજરાત ના વિવિધ 20 શ્રેત્ર ના યુવાન ને નવા ભારત મા યોગદાન આપવા બદલ એવોર્ડ આપી સન્માન કરવામાં આવેલ હતું જેમાં ગીર સોમનાથ જિલ્લા ના વેરાવળ તાલુકા ના કાજલી ગામના વતની રાજેશ સામતભાઈ ભજગોતર ને યુવાન તરીકે ગુજરાત મા પત્રકાર અને સામાજિક સેવા બદલ યુથ એવોર્ડ આપી ગુજરાત રાજ્યના સામજિક અને ન્યાય વિભાગના કેબિનેટ મંત્રી પ્રદિપભાઇ પરમાર તેમજ ગુજરાત રાજ્ય ના આઇ પી એસ અને ડીજીપી અનીલ પ્રથમ સાહેબ શ્રીજી હોસ્પિટાલિટી ના કૃણાલ રાજપરા, દિનેશભાઇ બારોડ ના વરદે હસ્તે એવોર્ડ આપી સન્માન કરવામાં આવેલ હતું આ કાર્યક્રમમાં લેખક અંકિત દેસાઈ, કૃણાલ ગઢવી, શ્ચેવતલ શાહ શિલ્પ ચૌહાણ, ભુપેન જોષી, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના ટપુ તરીકે પાત્રતા બજાવી ચુકેલા ભવ્ય ગાંધી સહિત ના અનેક યુવાન ને એવોર્ડ આપી સંસ્થા દ્વારા Igniting youth for new india' સન્માનિત કરવામાં આવ્યા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.