કાલાવડ રોડ પર કોન્ટ્રાક્ટરની રૂ.3.5 લાખની ઇકો કારની લૂંટ - At This Time

કાલાવડ રોડ પર કોન્ટ્રાક્ટરની રૂ.3.5 લાખની ઇકો કારની લૂંટ


રાજકોટ,તા.૪ : જામનગર રોડ પર ઘંટેશ્વરમાં રહેતો કોન્ટ્રાક્ટર રાજકોટથી ઇકો ગાડીમાં મજૂરોને બેસાડી વાગુદડ તરફ જઈ રહ્યો હતો. ત્યારે અવધના ઢાળિયા પાસે બે વાહનમાં ધસી આવેલા બે શખ્સો તેની પાસેથી ઇકો કારની લૂંટ ચલાવી ગયા હતા.બનાવના પગલે તાલુકા પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આ મામલે પોલીસે યુવાનની ફરિયાદ પરથી લૂંટનો ગુનો નોંધ્યો છે.બનાવની વિગતો અનુસાર,ઘંટેશ્વરમાં રહેતા અને કોન્ટ્રાક્ટરનું કામ કરનાર યોગેશભાઈ રાજુભાઈ ઘેડીયાત નામનો યુવાન આજે સવારના રાજકોટથી મજૂરોને લઈ વાગુદડ તરફ જઈ રહ્યો હતો
ત્યારે અવધના ઢાળિયા પાસે બે શખ્સોએ વાહન આડું રાખી તેમની ઇકો કારને અટકાવી હતી.બાદમાં તેની ચાવી કાઢી લઈ ધાક ધમકી આપી આ ઇકો કાર પડાવી લીધી હતી.લૂંટની આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો તાકીદે ઘટના સ્થળે દોડી ગયો હતો.આ મામલે પોલીસે યોગેશ ઘેડીયાતની ફરિયાદ પરથી રૂ.3.5 લાખની ઇકો કારની લૂંટ ચલાવવા અંગે બે શખસો સામે તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. વધુ વિગતો મુજબ,આ ઇકો કાર પર પીપળીયા ગામે રહેતા જયેશભાઈ દેવાયતભાઈ મૈયડની હોવાનું માલુમ પડ્યું છે અને તેમના કામ સબબ ફરિયાદી યોગેશભાઈ ઇકો કાર લઇ વાગુદળ જઈ રહ્યા હતા.
ઘટનાસ્થળે ચર્ચાતી વિગતો મુજબ જયેશભાઈએ ચોલા મંડલ ફાઇનાન્સમાંથી હપ્તાથી કાર લીધી હોય કોરોનાકાળ દરમિયાન આ ઇકો કારના કેટલાક હપ્તાઓ ચડી ગયા હતા.જેથી આ હપ્તાની વસૂલાત માટે ફાઇનાન્સ પેઢીના કર્મચારીઓ આ કારની અને રોકડ રૂ.1300નીબ્લુન્ટ હોવાનું જાણવા મળ્યું છે.જોકે આ બાબતે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.બનાવની વધુ તપાસ તાલુકા પોલીસ મથકના પીઆઇ એમ.આર.ગોંડલીયા તેમજ પ્રવીણભાઈ વાસાણી ચલાવી રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.