ધંધુકાના ધારાસભ્ય રાજેશ ગોહિલ લાલઘુમ : પક્ષા પક્ષીથી દૂર રહેતા બેરોજગાર યુવાનોના હિતમાં નિર્ણય કરવા મુખ્યમંત્રીને રજૂઆત કરી.
ધંધુકાના ધારાસભ્ય રાજેશ ગોહિલ લાલઘુમ : પક્ષા પક્ષીથી દૂર રહેતા બેરોજગાર યુવાનોના હિતમાં નિર્ણય કરવા મુખ્યમંત્રીને રજૂઆત કરી.
સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ બોર્ડના સંયોજકમાં માત્રને માત્ર ભાજપના કાર્યકરો ને નોકરી આપવાના પ્રકરણમાં ઉચ્ચકક્ષા ની તપાસની માંગણી કરી.
અમદાવાદ જિલ્લાના 59 ધંધુકા વિધાનસભા ધંધુકા ધોલેરા, રાણપુર, બરવાળા, તાલુકાના ધારાસભ્ય રાજેશ ગોહિલે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર પાઠવી પક્ષા પક્ષીથી પર રહેલ રાજ્યના બેરોજગાર યુવાનના હિતમાં નિર્ણય કરી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ હેઠળના સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ બોર્ડમાં માત્રને માત્ર ભાજપના કાર્યકરોને સહયોજક તરીકે નોકરી આપવાની પ્રવૃત્તિમાં તાત્કાલિક અસરથી અટકાવી બંધ કરવા અને ઉચ્ચકક્ષાએથી તપાસ કરવા રજૂઆત કરવામાં આવી હોવાનું આધારભૂત રીતે જાણવા મળેલ છે.
આ અંગે 59 ધંધુકાના ધારાસભ્ય રાજેશ ગોહિલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લખેલા પત્રમાં એવા મતલબની રજૂઆત કરી હતી કે તાજેતરમાં ૩,૦૦૦ થી વધુ ભાજપના કાર્યકરોને યુવક સવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ હેઠળના સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ બોર્ડમાં સંયોજક તરીકે નોકરી આપવા અંગેના સમાચાર અખબારોમાં પ્રસિદ્ધ થયેલ છે . રાજયમાં લાખો યુવાઓ બેરોજગાર છે . ડીગ્રીધારી યુવાઓ નોકરી માટે આમથી તેમ ભટકી રહ્યા છે . લાખો રૂપિયાનો ખર્ચ કરી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરે છે ત્યારે ભાજપના કાર્યકરોને ઘેરબેઠા સંયોજક તરીકે નોકરી આપવાની સાજીશ ભાજપ સરકાર કરી રહી છે . સંયોજકોને સરકારની વિવિધ પ્રચાર પ્રસાર કરવાની જવાબદારી આપવામાં આવશે . એકબાજુ રાજ્યની ભાજપ સરકાર પ્રજાની તિજોરીમાંથી કરોડો રૂપિયાના ખર્ચીને અખબાર , મીડીયા સહિતના તમામ માધ્યમોમાં પ્રજાના પૈસે પોતાની વાહવાહી કરાવી રહી છે ત્યારે માત્રને માત્ર ભાજપના કાર્યકરોને સાચવવા માટે જ સંયોજક તરીકે નિમણુંક આપવામાં આવશે . આ સંયોજકો સરકારના પૈસે પક્ષનો પ્રચાર કરશે અને કાર્યકરો પણ નોકરીના નામે કમાણી કરશે ત્યારે આ રાજય સરકારનો ભ્રષ્ટાચાર જ છે . સદર નિમણુંક અંગે શૈક્ષણિક લાયકાત , ચોક્કસ કામગીરી , ભરતી માટે જાહેરાત કોઇપણ પ્રકારની પ્રક્રિયા વગર કે ચકાસણી વગર સીધી જ નિમણુંક અપાનાર છે , જે નોકરી મેળવવા માંગતા શિક્ષિત યુવાઓને હળાહળ અન્યાય છે . રાજ્ય સરકાર આંગણવાડી બહેનો , આશાવર્કરો ઉપરાંત મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ કે જેઓ આખો દિવસ કામગીરી કરે તો પણ માંડ પાંચ હજાર જેટલો પગાર આપે છે , જ્યારે સંયોજકોને રૂા . ૧૨ હજારથી લઈ ૨૫ હજાર સુધીનો પગાર આપવામાં આવશે , જે વધુ કામ કરી ઓછો પગાર મેળવતા કર્મચારીઓને અને પક્ષાપક્ષીથી પર રહેલ રાજ્યના બેરોજગાર યુવાઓને અન્યાયકર્તા છે ,
રાજકીય કારણોસર અને ચૂંટણી સમયે ફક્તને ફક્ત પક્ષના કાર્યકરોને સાચવવા માટે પોતાની જાતને ‘ પ્રજાની તિજોરીના ચોકીદાર ’ ગણાવતા વ્યક્તિઓ દ્વારા જ સ૨કા૨ી તિજોરીમાંથી પ્રજાના પરસેવાની કમાણી પક્ષના કાર્યકરોમાં વહેંચવાની પ્રવૃત્તિ થઈ રહી છે , જે કોઈપણ સંજોગોમાં ચલાવી શકાય નહીં .
આથી , સમગ્ર પ્રકરણની ઉચ્ચકક્ષાએથી તપાસ કરાવી , પક્ષાપક્ષીથી પર રહેલ રાજ્યના બેરોજગાર યુવાઓના હિતમાં યોગ્ય નિર્ણય કરી , યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ હેઠળના સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ બોર્ડમાં માત્રને માત્ર ભાજપના કાર્યકરોને જ સંયોજક તરીકે નોકરી આપવાની પ્રવૃત્તિ તાત્કાલિક અસરથી બંધ કરાવવા અને અન્ય ભરતી પરીક્ષાઓની પ્રક્રિયાને અનુસરીને જ ભરતી કરવા ધંધુકાના ધારાસભ્ય રાજેશ ગોહિલે રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ને ધારદાર રજુઆત કરી છે.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.