ઉના મામલતદાર ઓફિસના કર્મચારીએ વિધવા સહાય યોજના ખાતાના પૈસા દોઢ લાખથી વધુની રકમ ઉચાપાતનો આક્ષેપ ઉનાના ધારાસભ્ય શ્રી પૂજાભાઈ દ્વારા કરવામાં આવ્યો.
ઉનાના મામલતદાર ઓફિસના કર્મચારીએ વિધવા ને મળતી સહાયની રકમ ₹150 લાખથી થી વધારે રકમની ઉચાપત કરતા ધારાસભ્યશ્રીએ ઉના મામલતદાર શ્રી ને સંપૂર્ણ નિષ્પક્ષ તપાસ કરવાના જણાવ્યું
, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ વિધવા મહિલાઓને આર્થિક સહાય સીધી જ લાભાર્થીના બેંક ખાતામાં આપવાની જોગવાઈ કરવામાં આવી છે , તેમ છતાં ગીર સોમનાથ જિલ્લાના ઉના મામલતદાર કચેરીના કર્મચારીઓએ મેળાપીપણું કરીને લાભાર્થી મહિલાના બદલે મળતિયાઓની બેંકના ખાતા નંબર અને વિગતો બદલી નાંખેલ છે . આવી વિગતો બદલીને આર્થિક સહાય લાભાર્થીના ખાતામાં જમા કરાવવાના બદલે મામલતદારશ્રી , ઉનાના ડ્રાઈવરના ખાતામાં એક કરતાં વધુ લાભાર્થીની રકમ જમા થયેલ છે
તેમજ કર્મચારીઓના સંબંધીઓના ખાતામાં પણ આવી રીતે જમા થતી હોવાનું સામે આવ્યું છે .
મામલતદારશ્રી , ઉનાની કચેરીમાં ફરજ બજાવતાં કર્મચારીઓએ મેળાપીપણું કરીને ગરીબ વિધવા મહિલાઓને મળતી સહાયના નાણા પોતાના બેંક ખાતામાં લઈને સરકારી નાણાંની ઉચાપત કરી છે અને વિધવા મહિલાઓને અન્યાય કર્યો છે . આ સમગ્ર પ્રકરણની ગંભીરતા ધ્યાને લઈ , આપશ્રીની કક્ષાએથી તાત્કાલિક અસરથી તટસ્થ તપાસ કરાવી , જવાબદાર કર્મચારીઓ સામે તપાસ કરી , કાયદેસરની કાર્યવાહી કરી , રકમ વસુલવા અને લાભથી વંચીત રહેલ વિધવા મહિલાઓને મળવાપાત્ર આર્થિક સહાય સત્વરે ચૂકવવા માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એવી ઉનાના ધારાસભ્ય શ્રી પુંજાભાઈ વંશ દ્વારા મહિલા અને બાળ વિકાસ મંત્ર લઈને લેખિતમાં જાણ કરવામાં આવી.
રિપોર્ટર માવજી વાઢેર ઉના દીવ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.