વોટ્સએપે આશરે 24 લાખ ભારતીય એકાઉન્ટોને પ્રતિબંધિત કર્યા !!!
એક તરફ ભારત ડિજિટલ તરફ આગળ વધી રહ્યું છે અને હરણફાળ ભરી રહ્યું છે ત્યારે અનેકવિધ વોટ્સએપ ઉપયોગ કરનાર લોકો દ્વારા જે રીતે વપરાશ થવો જોઈએ તે થઈ શક્યો નથી પરિણામે વારંવાર ફરિયાદો આવતા વોટ્સએપએ આશરે 24 લાખ ભારતીય ખાતાઓ પર પ્રતિબંધ મૂક્યો છે અને તેઓને બંધ કરવામાં આવ્યા છે. વોટ્સએપ દ્વારા રજૂ કરવામાં આવેલા માસીક કમ્પ્લાયન્સ રિપોર્ટમાં જણાવ્યું હતું કે, જુલાઈમાં આશરે 23.87 લાખ એકાઉન્ટ બંધ કરવામાં આવ્યા છે. એટલુંજ નહીં વપરાશકર્તાઓની ફરિયાદ આવે તે પહેલા જ 14 લાખથી વધારે એકાઉન્ટ બંધ કરવામાં આવ્યા છે.
નવા આઈટી નિયમો હેઠળ સોશિયલ મેસેજિંગ એપ વોટ્સએપ માટે દર મહિને મંથલી કમ્પ્લાયન્સ રિપોર્ટ સરકારમાં જમા કરાઈ છે . ત્યારે સોસીયલ મેસેજિંગ એપ દ્વારા જુલાઈ મહિનાનો કમ્પ્લાયન્સ રિપોર્ટ સરકારમાં જમા કરવામાં આવ્યો છે જેમાં એવું જણાવવામાં આવ્યું છે કે જુલાઈમાં આશરે 23.87 લાખ ભારતીય વોટ્સએપ એકાઉન્ટ બંધ કરવામાં આવ્યા છે. વોટ્સએપના સૂત્રોએ જણાવ્યું હતું કે, 14 લાખથી વધારે એકાઉન્ટ એવા હતા જે યુઝરની કોઈ ફરિયાદ પહેલા હટાવી દેવાયા હતા. વોટ્સએપે ગુરુવારે આ માહિતી આપતા કહ્યું કે, ચાલુ નાણાકીય વર્ષના અત્યાર સુધીના કોઈપણ મહિનામાં જુલાઈના આંકડા સૌથી વધુ છે.
વોટ્સએપ દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે ફરિયાદ નિવારણ સિસ્ટમ દ્વારા કરવામાં આવેલી ફરિયાદો અને ઉલ્લંઘનને આધારે એકાઉન્ટ બંધ કરવામાં આવ્યાં છે.મે માસમાં વોટ્સએપે 19 લાખ ખાતા, એપ્રિલમાં 16 લાખ એકાઉન્ટસ અને માર્ચ મહિનામાં 18.05 લાખ એકાઉન્ટસ બંધ કર્યા હતા. ગત વર્ષે લાગુ થયેલા આઇટીના નવા નિયમો મુજબ ડિજિટલ પ્લેટફોર્મે દર મહિને અનુપાલન અહેવાલ પ્રકાશિત કરવું અનિવાર્ય છે. જેમાં મળેલી ફરિયાદો અને તેની સામે કરવામાં આવેલી કાર્યવાહીનો ઉલ્લેખ કરવામાં આવે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.