ગુજરાતના ખેડૂતો માટે કેન્દ્ર સરકારની વધુ એક ભેટ
ગુજરાતના ખેડૂતો માટે કેન્દ્ર સરકારની વધુ એક ભેટ
ગુજરાતના ખેડૂતો માટે કેન્દ્ર સરકારની વધુ એક ભેટ ભારત સરકાર દ્વારા ગુજરાતમાં સૌપ્રથમ જુનાગઢ ખાતે કોકોનટ ડેવલપમેન્ટ બોર્ડની કચેરી કાર્યરત કરાશે: કૃષિ મંત્રી શ્રી રાધવજીભાઈ પટેલકેન્દ્રીય કૃષિમંત્રીશ્રી નરેન્દ્રસિંહ તોમરના હસ્તેઆગામી તારીખ ૦૨જી સપ્ટેમ્બરના રોજ કોકોનટ ડેવલપમેન્ટ બોર્ડ ઓફિસનું કરાશે ઉદઘાટન
બોર્ડ દ્વારા નાળિયેરીના રોપા તૈયાર કરવા નર્સરી બનાવી, વાવેતર કરતા ખેડૂતોને સહાય આપવા સહિતની યોજનાનો લાભ
રાજ્યમાં નારીયેળીના વાવેતર અને ઉત્પાદનને વેગ મળશે સાથોસાથ નારીયેળી આધારિત ઉદ્યોગોનો વિકાસ થશે
કૃષિ મંત્રી શ્રી રાધવજીભાઈ પટેલે જણાવ્યું છે કે રાજ્યના ખેડૂતોના હિતમાં કેન્દ્ર સરકાર દ્વારા અનેકવિધ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે ભારત સરકાર દ્વારા ગુજરાતમાં સૌપ્રથમ જુનાગઢ ખાતે "કોકોનટ ડેવલપમેન્ટ બોર્ડની" કચેરી કાર્યરત કરવાનો નિર્ણય કરાયો છે. કેન્દ્રીય કૃષિમંત્રીશ્રી નરેન્દ્રસિંહ તોમરના હસ્તે આગામી તારીખ ૦૨જી સપ્ટેમ્બરના રોજ જૂનાગઢ ખાતે કોકોનટ ડેવલપમેન્ટ બોર્ડ ઓફિસનું ઉદઘાટન કરવામાં આવશે.તેમણે ઉમેર્યું કે, દેશમાં ગુજરાતમાં સૌથી મોટો દરિયાકિનારો હોઈ ભારત સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ જુનાગઢ ખાતે આ કોકોનટ ડેવલપમેન્ટ બોર્ડની કચેરી કાર્યરત કરવાનો નિર્ણય કરાયો છે. જેનો મુખ્ય હેતું દરિયાઈ વિસ્તારમાં વધુને વધુ નાળિયેરનું ઉત્પાદન થાય નાળિયેરના પાકનું વાવેતર થાય અને નાળિયેરના પાક માટેની વિવિધ સરકારી યોજનાનો લાભ ખેડૂતોને મળી રહે.
Report, Nikunj Chauhan Botad 7575863232
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.