ખરાબ રોડ મુદ્દે કલેક્ટરે હાઇવે ઓથોરિટીને નોટિસ ફટકારી, કામગીરી ઝડપી કરવા તાકીદ - At This Time

ખરાબ રોડ મુદ્દે કલેક્ટરે હાઇવે ઓથોરિટીને નોટિસ ફટકારી, કામગીરી ઝડપી કરવા તાકીદ


ખરાબ રસ્તા છતાં ટોલટેક્સ ઉઘરાવવા સામે ટ્રાન્સપોર્ટ એસોસિએશને વિરોધ નોંધાવ્યો’તો

ટ્રાન્સપોર્ટરોએ ખરાબ રોડ-રસ્તાને લઇને કલેક્ટરને રજૂઆત કરી હતી. જો રોડ રસ્તા રિપેર નહિ થાય તો ટોલપ્લાઝાએ વિરોધની ચીમકી ઉચ્ચારી હતી. જે અનુસંધાને શુક્રવારે કલેક્ટરે નેશનલ- સ્ટેટ હાઈવે અને જવાબદાર અધિકારીઓની સમીક્ષા બેઠક બોલાવી હતી. જેમાં તેને રોડ-રસ્તાના રિપેરિંગ કામગીરીમાં બેદરકારી અને નબળી કામગીરી સબબ નેશનલ હાઈવે ઓથોરિટીને નોટિસ આપી હતી. કામગીરી સત્વરે કરવા માટે તાકીદ કરી હતી. ટ્રાન્સપોર્ટરોએ જણાવ્યું હતુ કે, રાજકોટ અમદાવાદ, ગોંડલ, ભાવનગર, હાઈવે ખૂબ જ બિસ્માર હાલતમાં છે. આમ છતાં તેના પર ટોલટેક્સ ઉઘરાવવામાં આવે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.