રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ રજા લીધા વિના અને કોઈને ચાર્જ સોંપ્યા વગર વિદેશ જતા રહ્યાઃ વિપક્ષ નેતા
રાજકોટની જિલ્લા પંચાયત વધુ એક વખત વિવાદમાં સપડાઈ છે. રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપત બોદર હાલ વિદેશની યાત્રામાં હોવાનું ચર્ચાઇ રહ્યું છે. ત્યારે વિપક્ષના નેતા અર્જુન ખાટરીયાએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, પ્રમુખ ભુપત બોદર રજા લીધા વગર વિદેશ યાત્રાએ નીકળી ગયા છે. તેમજ પોતાની ગેરહાજરીમાં કોઈને ચાર્જ પણ સોંપતા ગયા નથી. આથી જિલ્લા વિકાસ અધિકારી (DDO) તેની સામે પગલા લે તેવી માગ કરું છું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.