*કાઠી ક્ષત્રિય સમાજ ના કુળદેવતા ભગવાન શ્રી સુર્ય નારાયણ દેવ નુ સ્થાનક મંદિર એટલે નવા સુરજદેવળ ખાતે ધજા રોહણ કાર્યક્રમ યોજાયો*
*કાઠી ક્ષત્રિય સમાજ ના કુળદેવતા ભગવાન શ્રી સુર્ય નારાયણ દેવ નુ સ્થાનક મંદિર એટલે નવા સુરજદેવળ ખાતે ધજા રોહણ કાર્યક્રમ યોજાયો*
દેવસર ગામે નવા સુરજદેવળ મંદિર ખાતે ગણેશ ચોથ ના દિવસે સૌરાષ્ટ્ર ની જગ વિખ્યાત દેહાણ પરંપરા ની પૂજ્ય શ્રી વિસામણ બાપુ ની જગ્યાના ગાદીપતિ મહંત શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર નિર્મળાબા ઉનડબાપુ ના હસ્તે ધજા ચડાવવા મા આવેલ...
સુરજદેવળ પધરામણી કરતા પુ. બા શ્રી તેમજ જગ્યાના સંચાલક પૂજ્ય શ્રી ભયલુબાપુ નુ ઢોલ અને રાસ મંડળી તેમજ ઘોડા સાથે ભવ્ય શોભાયાત્રા સાથે સામૈયા કરેલ સુર્યયુવા ગ્રુપ તેમજ સુરજદેવળ મંદિર ટ્રસ્ટીશ્રી દ્વારા ખુબ સરસ ભાવ ભર્યું સ્વાગત કરવામાં આવેલ હતું
પુ.બા શ્રી એ ભગવાન સૂર્યનારાયણ ના દર્શન તેમજ આશીર્વાદ લીધેલ અને પૂ. મહંતશ્રી કિશોરબાપુ (લાખાબાપુની જગ્યા સોનગઢ)
તેમજ કાઠી સમાજના આગેવાનો શ્રી જોરુભાઇ ખુમાણ (ગુજરીયા), ઇતિહાસ વિદ શ્રી રામકુભાઇ ખાચર સાહેબ, શ્રી દાદાબાપુ વરું (કાતર), શ્રી મોલડી દાદાબાપુ, શ્રી નિરુભા ગઢવી (કવિરાજ), શ્રી મેરુભાઈ ખાચર, શ્રી પ્રદિપભાઇ (પિયાવા), શ્રી ભુપતભાઈ ખાચર, શ્રી હરેશભાઇ (ગઢડા), શ્રી મંગળુભાઇ (ખેરડી) સૌની સાથે રહી મંદિરે ધજારોહણ કરેલ અને સત્કાર સન્માન કાર્યક્રમ કરેલ ત્યારબાદ સહુ ભાઈઓ, બહેનો તેમજ વિહળ પરીવાર સેવક સમુદાયએ ભોજન પ્રસાદ નો લાભ લીધેલ...
ભોજન પ્રસાદ ની રસોઈ નવા સુરજદેવળ મંદિર ના પ્રમુખ શ્રી ભરતભાઈ ધાધલ પીપળીયા દ્વારા એમના દીકરા સ્વ : નાગરાજભાઈ ભરતભાઈ ધાધલ ના સ્મરણાર્થે આપેલ હતી...
*🙏જય વિહળા નાથ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.