રાજકોટમાં બાઇક પર આવેલા બે શખસે ઢોર પકડ પાર્ટીના બે કર્મીની આંખમાં સ્પ્રે છાંટ્યો, થોડીવારમાં દેખાવાનું બંધ થયું, આંખો સૂજી ગઈ - At This Time

રાજકોટમાં બાઇક પર આવેલા બે શખસે ઢોર પકડ પાર્ટીના બે કર્મીની આંખમાં સ્પ્રે છાંટ્યો, થોડીવારમાં દેખાવાનું બંધ થયું, આંખો સૂજી ગઈ


હાઇકોર્ટના આદેશ મુજબ, રાજકોટમાં રાત્રે પણ મ્યુનિસિપિલ કોર્પોરેશનની ઢોર પકડ પાર્ટી દ્વારા શહેરમાં રસ્તા પર રખડતાં ઢોરોને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ આજે વહેલી સવારે શહેરના અમૂલ સર્કલ પાસે ઢોર પકડ પાર્ટીના બે કર્મચારીની આંખ પર બાઇક પર આવેલા બે અજાણ્યા શખસે કેમિકલ સ્પ્રે છાંટ્યો હતો. બાદમાં બન્ને શખસ ફરાર થઈ ગયા હતા. જોકે સ્પ્રે છાંટતાં જ બન્ને કર્મચારીને થોડીવારમાં આંખે દેખાવાનું બંધ થઈ ગયું હતું અને બાદમાં બન્નેની આંખો સૂજી ગઈ હતી, આથી સાથે રહેલા સ્ટાફે તાત્કાલિક તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.