રાજકોટમાં દોડતી સિટી બસમાંથી ટાયર નીકળી ગયું, બસ ઢસડાતા 25 મુસાફરોના જીવ તાળવે ચોટ્યા, એક બાળકીને ઇજા - At This Time

રાજકોટમાં દોડતી સિટી બસમાંથી ટાયર નીકળી ગયું, બસ ઢસડાતા 25 મુસાફરોના જીવ તાળવે ચોટ્યા, એક બાળકીને ઇજા


રાજકોટ શહેરમાં સિટી બસમાં મુસાફરી કરવી જોખમી બની ચૂકી છે. 31 નંબરની બસ દોડી રહી હતી ત્યારે ચાલુ બસમાંથી ટાયર નીકળી ગયું હોવાની ઘટના સામે આવી છે. બસમાં 25 જેટલા મુસાફરો સવાર હતા. ટાયર નીકળી જતા જ બસ ઢસડાઇ હતી. આથી મુસાફરોના જીવ તાળવે ચોટ્યા હતા. આ ઘટનામાં એક બાળકીને ઇજા પહોંચી છે.

શહેરના 80 ફૂટ રોડ ઉપર ચાલુ બસનું ટાયર નીકળી જતા એક બાળકીને ઇજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. આથી બાળકીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડી હોવાનું પણ સામે આવ્યું છે. મીડિયા સાથેની વાતચીતમાં સિટી બસના ડ્રાઇવર સામતભાઈએ જણાવ્યું હતું કે, ત્રિકોણ બાગ ખાતે જ્યારે તેણે બસ ઉપાડી હતી ત્યારે તેણે એજન્સીના અધિકારીઓને ટાયરના ભાગે ટેકનિકલ ફોલ્ટ હોવાની જાણ પણ કરી હતી. તેણે બસ ચેક કરી ત્યારે ટાયરના ભાગે અવાજ આવી રહ્યો હતો. સાથે જ પ્લેટ પણ ચોંટી ગઈ હતી. પરંતુ ટેકનિકલ ફોલ્ટ મામૂલી હોવાના કારણે એજન્સીના અધિકારીઓ દ્વારા બસને રૂટ ઉપર દોડાવવાની સૂચના આપવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.