જો આ પુલમાં કોઈ દુર્ઘટના સજાર્શે તો કોણ જવાબદાર ? - At This Time

જો આ પુલમાં કોઈ દુર્ઘટના સજાર્શે તો કોણ જવાબદાર ?


જો આ પુલમાં કોઈ દુર્ઘટના સજાર્શે તો કોણ જવાબદાર ?

જસદણ બાયપાસ રોડ પર આવેલ ભાદર નદીના પુલની હાલત અત્યંત ગંભીર હાલતમાં ખાડાઓ પડતા લોખંડના સરિયા દેખાયા, આ પુલ ગંભીર દુર્ઘટના સર્જી શકે છે.વરસાદના લીધે ધોવાયેલા પુલ પરથી દરરોજ હજારો વાહનોની અવરજવર છતાં તંત્ર ઘોર નિદ્રામાં. 1998 માં બનેલો પુલ એક પણ વાર રીપેરીંગ નથી કરવામાં આવ્યો સરકારી અધિકારીઓને સરકારી વાહનો લઈને અમદાવાદ કે ગાંધીનગર જવું હોય તો આ પુલ પરથી પસાર થઈને જવું પડતું હોય છે પરંતુ અધિકારીઓને આ જર્જરી પુલ દેખાતો જ નથી પૂલને બનાવ્યો તેના ૨૦ વર્ષ થઈ ચૂક્યા છે. આ પુલ જસદણ-અમદાવાદ હાઈ-વે રોડને જોડતો મુખ્ય પુલ હોવાથી દરરોજ હજારો નાના-મોટા વાહનોની અવરજવર થયા કરે છે. છતાં આ જોખમી પુલ પરથી વાહન વ્યવહાર ચાલુ રાખી તંત્ર બીજી દુર્ઘટનાને નોતરી રહ્યા હોય તેવા ઘાટ જોવા મળી રહ્યા છે. આ પુલ ખુબ જૂનો હોવાથી જ્યારે પણ આ પુલમાં ગાબડાઓ પડે છે ત્યારે તંત્ર દ્વારા તેની યોગ્ય મરામત કરવાના બદલે દર વખતે થિંગડા મારી ગાબડાઓ બુરી કામ કરીને સંતોષ માની લે છે, હાલાપુલ ક્યારે રીપેરીંગ થશે તે જોવાનું રહ્યું.

રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.