ગોધર ગામે સારથી સંસ્થામાં એક દિવસીય પ્રાકૃતિક તાલીમ કાર્યક્રમ યોજાયો - At This Time

ગોધર ગામે સારથી સંસ્થામાં એક દિવસીય પ્રાકૃતિક તાલીમ કાર્યક્રમ યોજાયો


મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ગોધર ગામે આજરોજ પ્રાયોજના વહીવટદાર કચેરી અને આત્મા પ્રોજેક્ટ મહીસાગર ના સહયોગથી સંતરામપુર તાલુકાના ગોધર ગામે સારથી સંસ્થામાં એક દિવસીય પ્રાકૃતિક તાલીમ કાર્યક્રમ યોજાયો. જેમાં પ્રાયોજના વહીવટદારની કચેરીમાંથી વાય.ડી.બામણીયા અને મિતુલભાઇ તાવિયાડ તેમજ આત્મા પ્રોજેક્ટ ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયેક્ટર એન.એમ.પટેલ અને મનિષભાઇ વી.પરમાર ઉપસ્થિત રહેલ હતા. તેમજ નોડલ સંયોજક પ્રાકૃતિક કૃષિ શ્રી પ્રદીપસિંહ પુવાર તેમજ જીલ્લા સંયોજક અને તાલુકા સંયોજક હાજર રહી પ્રાકૃતિક કૃષિનું માર્ગદર્શન પુરૂ પાડેલ હતું. મણીભાઇ પટેલ પ્રાકૃતિક ખેતીની પ્રાથમિક માહિતી આપેલ હતી. તેમજ તાલુકા સંયોજક દ્રારા પ્રાકૃતિક કૃષિના ચાર આધાર સ્થંભ વિશે માહિતી અને માર્ગદર્શન પૂરૂ પાડેલ હતું. ખેડુતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને જમીન અને પર્યાવરણ બચાવીને આવનારી પેઢીને રોગમુક્ત બાનાવીએ. અને આપણી ધરતીમાતાની ફળદ્રુપતા જાળવી રાખીએ તે માટે પ્રાકૃતિક ખેતી તરફ વળવા અને વાળવા માટે જણાવ્યું. આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતી પધ્ધતિની માહિતી આપવામાં આવી.
કાર્યક્રમ અંતમાં હલકા ધાન્ય પાકના બિયારણ નિદર્શન જેવા કે બંટી, બાવટો, કોદરી હરી કાંગ,રાગી અને સામો નું સ્ટેજ પરના મહાનુભાવો દ્રારા વિતરણ કરવામાં આવેલ હતું.

રીપોટર.ભીખાભાઈ ખાંટ
મહીસાગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.