મધુ શ્રીવાસ્તવ બોલ્યા ‘ મૌજે ’ અને ‘ મોદી’ના નામે વીડિયો વાઇરલ થયો . - At This Time

મધુ શ્રીવાસ્તવ બોલ્યા ‘ મૌજે ’ અને ‘ મોદી’ના નામે વીડિયો વાઇરલ થયો .


પોતાનાં નિવેદનોના કારણે હંમેશાં ચર્ચામાં રહેતા વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ તેમના ડાયલોગના કારણે વધુ એક વખત ચર્ચામાં આવ્યા છે . જેનો વીડિયો વાઇરલ થતાં રાજકીય મોરચે ગરમાવો આવ્યો છે . ખાનગી કાર્યક્રમમાં તેઓએ કહ્યું કે , મૈં વો ઇન્સાન હૂં જિસસે મોદી ભી દૂર દૂર ભાગતી હૈ ઔર મૈં વો ઇન્સાન હૂં જિસસે મોત ભી દૂર ભાગતી હૈ . જોકે ડાયલોગમાં મોદી બોલ્યા હોવાનો વીડિયો વાઇરલ થયો છે , પરંતુ મોદી નહિ પણ મૌજે બોલ્યા હોવાની સ્પષ્ટતા કરી છે . આગામી વિધાનસભાની ચૂંટણીને પગલે ચૂંટણી લડવા ઇચ્છતા નેતાઓએ કાવાદાવા શરૂ કર્યા છે . વાઘોડિયામાંથી છેલ્લી 6 ટર્મથી જીત મેળવતા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે વધુ એક વખત ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે . જોકે હંમેશાં તેમનાં નિવેદનોના કારણે ચર્ચામાં રહેતા મધુ શ્રીવાસ્તવનો વધુ એક વીડિયો ભારે ચર્ચામાં છે . લાઈક જેમાં તેઓએ બોલેલા ડાયલોગે રાજકીય મોરચે ભારે ચર્ચા જગાવી છે . વાઇરલ થયેલા વીડિયોમાં મધુ શ્રીવાસ્તવે મૈં વો ઇન્સાન હૂં જિસસે મોદી ભી દૂર દૂર ભાગતી હૈ ઔર મૈં વો ઇન્સાન હૂં જિસસે મોત ભી ભાગતી હૈ . નરેન્દ્ર મોદીનું નામ આવતા જ વીડિયો ખૂબ વાઇરલ થયો હતો . આ સંદર્ભે મધુ શ્રીવાસ્તવે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે , મારા વિરોધીઓએ વીડિયો વાઇરલ કર્યો છે . આ વીડિયોમાં મેં વો ઇન્સાન હૂં જિસસે મૌજે ભી દૂર દૂર ભાગતી હૈ તેમ બોલ્યો છે . વાઘોડિયાના મઢેલી ખાતે યોજાયેલા એક ખાનગી કાર્યક્રમ તેઓ ડાયલોગ બોલ્યા હોવાનું જાણવા મળ્યું છે .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.