જસદણની મેઈનબજારના રોડનું કામ શરૂ કર્યું
જસદણની મેઈનબજારના રોડનું કામ શરૂ કર્યું
જસદણ નગરપાલિકા તંત્ર દ્વારા ઘણા સમય પહેલા શહેરની મેઈનબજારમાં આવેલા મોટા રામજી મંદિરથી લઈને ડીએસવીકે હાઈસ્કૂલ સુધીનો નવો આરસીસી રોડ મંજૂર કરવામાં આવ્યો હતો. પરંતુ જસદણ પાલિકા તંત્રની અણઆવડતના લીધે આ રોડનું કામ છેલ્લા ઘણા સમયથી ટલ્લે ચડી જતા શહેરની મેઈનબજારનો રોડ ખખડધજ હાલતમાં ફેરવાઈ ગયો હતો. જેના કારણે દરરોજ હજારો લોકોને ખખડધજ રસ્તાના લીધે અનેક પ્રકારની મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો હતો. ત્યારે આખરે જસદણની મેઈનબજારના રોડનું નવીનીકરણ કરવાનું શરૂ કરાતા નગરજનોએ અને ખાસ કરીને વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો છે. હવે આ રોડનું કામ પાલિકા તંત્ર દ્વારા નવરાત્રી પૂર્વે પૂર્ણ કરવામાં આવે તેવું જસદણના જાગૃત લોકો ઈચ્છી રહ્યા છે. હાલ જસદણની મેઈનબજારના રોડનું ખોદકામ કરવામાં આવ્યું હોવાથી લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે આ રોડનું કામ પૂર્ણ થયા બાદ લોકોને ખખડધજ રસ્તાથી છૂટકારો મળશે તે વાત નિશ્ચિત છે.
રિપોર્ટર હેમલ પરમાર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.