દોઢસો રૃપિયા કયારે આપીશ કહી યુવક ઉપર ઘાતક હુમલો - At This Time

દોઢસો રૃપિયા કયારે આપીશ કહી યુવક ઉપર ઘાતક હુમલો


અમદાવાદ,રવિવારરૃપિયાની લેતી-દેતીમાં બાપુનગરમાં શ્રમજીવી યુવક ઉપર પડોશીએ હુમલો કર્યો હતો જેમાં ગંભીર રીતે ઘાયલ યુવકને માથામાં ટાંકા આવ્યા હતા. આ બનાવ અંગે બાપુનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.શ્રમજીવી યુવકે પડોશી રિક્ષા ચાલક પાસેથી ઉછીના રૃપિયા લીધા હતા ઃ હુમલો કરતા માથામાં ટાંકા આવ્યા  આ કેસની વિગત એવી છે કે બાપુનગરમાં બજરંગ સોસાયટી પાસે ચુંવાળનગરની ચાલીમાં રહેતા અને છૂટક મજૂરી કરતા રાજનભાઇ મંગલપ્રસાદ ગુપ્તાએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં પડોશમાં રહેતા અને રિક્ષા ચલાવતા મહેન્દ્રર સામે ફરિયાદ નોંધાવી છે કે  છ મહિના પહેલા રૃપિયાની જરુરીયાત હોવાથી આરોપી પાસેથી રૃા. ૯૫૦ ઉછીના લીધા હતા.જેમાં રૃપિયા ૮૦૦ પરત આપી દીધા હતા અને ૧૫૦ રૃપિયા બાકી હતા જેને લઇને તા. તા.૨૬ના રોજ રાતે યુવક ચાલીના નાકે બેઠેલા હતા. આ સમયે આરોપીએ આવીને દોઢસો રૃપિયા ક્યારે આપીશ તેમ કહીને ગાળો બોલતા હતા યુવકે ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાઇને યુવકને ઢોર માર માર્યો હતો અને માથામાં પથ્થર મારીને આરોપી નાસી ગયો હતો. માથામાં ઇજાના કારણે યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં માથામાં ચાર ટાંકા આવ્યા હતા. આ બનાવ અંગે બાપુનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.