સે-2ના વૃદ્ધનો પાલજ ગામ પાસે ઝેરી દવા પીને આપઘાત - At This Time

સે-2ના વૃદ્ધનો પાલજ ગામ પાસે ઝેરી દવા પીને આપઘાત


શનિવારે ઘરેથી લાપતા થયેલાસિક્યુરિટી જવાને મૃતદે જોતા ચિલોડા પોલીસના જાણ કરી પત્નિના અવસાન બાદ એકલા પડી જતા પગલું ભર્યાની શંકાગાંધીનગર : ગાંધીનગર શહેરના સેક્ટર ૨ માં રહેતા વૃદ્ધ ગઈકાલે ઘરેથી
લાપતા થયા હતા. પરિવારજનો તેમની શોધખોળ કરી રહ્યા હતા તે દરમિયાન આજે સવારે પાલજ
લેકાવાડા માર્ગ ઉપર રોડ સાઈડમાં ઝેરી દવા પીધેલી હાલતમાં વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો
હતો. આ અંગે ચિલોડા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને
અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૃ કરી હતી.આ અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર
શહેરના સેક્ટર ૨ સીમા પ્લોટ નંબર ૮૧૨/૨ માં રહેતા ૬૫ વર્ષીય વૃદ્ધ ઘનશ્યામભાઈ
નાનજીભાઈ પટેલ ગઈકાલે ઘરેથી લાપતા થઈ ગયા હતા. જેના કારણે પરિવારજનો દ્વારા તેમની
શોધખોળ શરૃ કરવામાં આવી હતી પરંતુ ઘનશ્યામભાઈનો ક્યાંય પતો લાગ્યો ન હતો. તેમને
શોધવા માટે પરિવારજનોએ સોશિયલ મીડિયાનો સહારો પણ લીધો હતો. દરમિયાનમાં આજે સવારના
સમયે પાલજથી લેકાવાડા જવાના માર્ગ ઉપર રોડ સાઈડમાં એક વૃદ્ધનો મૃતદેહ પડયો હોવાની
જાણ સિક્યુરિટી જવાને ચિલોડા પોલીસને કરી હતી. જેના પગલે જમાદાર કાંતિલાલ સ્ટાફના
માણસો સાથે સ્થળ ઉપર પહોંચ્યા હતા અને તપાસ કરતા આ વૃદ્ધ ગઈકાલથી લાપતા થયેલા
ઘનશ્યામભાઈ હોવાનું જણાયું હતું. જેથી આ મામલે તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી
હતી. ચિલોડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. સાત મહિના અગાઉ ઘનશ્યામભાઈના
પત્નીનું અવસાન થયું હતું અને ત્યારથી તેઓ એકલા પડી ગયા હોવાથી આ અંતિમ પગલું
ભર્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.