તરણેતરનાં મેળાની તડામાર તૈયારીઓ - At This Time

તરણેતરનાં મેળાની તડામાર તૈયારીઓ


- દર્શન માટે સ્ત્રી અને પુરૂષને અલગ-અલગ પ્રવેશ અપાશે- જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા તા. 30 ઓગસ્ટથી તા. 02 સપ્ટેમ્બર સુધી જાહેરનામું પ્રસિધ્ધ કરાયુસુરેન્દ્રનગર : આગામી ૩૦ ઓગષ્ટથી ૨ સપ્ટેમ્બર દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના તરણેતર ખાતે વિશ્વપ્રસિધ્ધ લોકમેળો યોજાનાર છે. તેમાં વિશાળ જનમેદનીને ધ્યાનમાં રાખી ટ્રાફિક નિયંત્રણ તેમજ ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરના દર્શન માટે થતી  લોકોની ભીડને નિયંત્રણમાં રાખવા સુરેન્દ્રનગર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ડી.આઈ.ભગલાણી દ્વારા તા.૩૦-૦૮-૨૦૨૨થી તા.૦૨-૦૯-૨૦૨૨ સુધી જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.આ જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે થાનગઢ-ચોટીલા, રોડ ઉપર ઓકટ્રોય નાકાથી શરૂ કરી અંબિકા ટીમ્બરથી વાસુકી પોટરીથી નગરપાલિકા, આઝાદ ચોક, રેલવેે ફાટક, જોગાશ્રમ, કાનભાઈ જલુના મકાન (તરણેતર જવાના ત્રણ રસ્તા) સુધી, થાન-વગડીયા રોડ ચાર રસ્તાથી પરશુરામ પોટરી, આંબેડકર ચોક (અંદરની ફાટક) સુધીનાં રસ્તા પર તેમજ થાન-વગડીયા રોડ ચાર રસ્તાથી રેલવે સ્ટેશન તરફ થઈને આંબેડકર ચોક સુધીના રસ્તા પર ચાર વ્હીલ તથા ચાર વ્હીલથી વધારે વ્હીલવાળા ભારે વાહનોને પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.મંદિરની જગ્યામાં આવેલા કુંડમાં સ્નાન કરવા માટે તથા ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન કરવા માટે બહોળી જનમેદની એકત્રીત થતી હોવાથી પુરૂષોને ફક્ત દક્ષિણ તરફનાં દ્વારથી અને સ્ત્રીઓ ઉતર તરફના દ્રારથી પ્રવેશ આપવાની વ્યવસ્થા કરવામાં આવશે.આ વિસ્તારોમાં નો પાર્કીંગ ઝોનથાનગઢથી તરણેતર જતા વાહનો જિલ્લા પંચાયતના ગેસ્ટ હાઉસના ચાર રસ્તેથી આગળ પ્રવેશ કરવા પર તેમજ સરા તરફથી આવતા વાહનો તરણેતર ગામના ત્રણ રસ્તેથી આગળ મેળામાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. થાનથી તરણેતર રોડ ઉપર તથા સરા-તરણેતર રોડ ઉપર અને સમગ્ર મેળાના સ્થળે પાર્કીંગ માટે ફાળવેલ ન હોય તેવા સ્થળે વાહન પાર્ક ન કરવા અંગે 'નો પાર્કીંગ ઝોન' જાહેર કરાયો છે. થાનથી તરણેતર જતા વાહનો જિલ્લા પંચાયતના ગેસ્ટ હાઉસના ચાર રસ્તા નજીક ડાબી તેમજ જમણી સાઈડ તેમજ સરાથી તરણેતર આવતા વાહનો તથા તરણેતર ગામના વળાંક પાસે રોડની બંન્ને સાઈડ વાહન પાર્ક કરવા માટે 'પાર્કીંગ ઝોન' જાહેર કરયો છે. થાન હાઈસ્કૂલ ત્રણ રસ્તાથી મોરથળા રોડ તરફ આવેલ બસ સ્ટેશનથી આગળ હોસ્પિટલ પુલ સુધી તેમજ થાનગઢ હાઈસ્કુલ ત્રણ રસ્તાથી ચોટીલા રોડ ઉપર બ્રાહ્મણની ભોજનશાળા સુધીના રોડની બંન્ને બાજુ લારીઓ તથા વાહનો પાર્ક ન કરવા 'નો પાર્કીંગ ઝોન' જાહેર કરાયો છે.ટ્રાફિક નિયમનને નિયંત્રણમાં રાખવા માટે ચોટીલાથી તરણેતર સુધી, મુળીથી થાનગઢ સુધી, સરાથી તરણેતર સુધીના ત્રણેય રૂટ ઉપરથી આવતા જતા વાહનો ૨૦ કિ.મી.ની સ્પીડથી ચલાવવા માટે 'સ્પીડ લીમીટ ઝોન' જાહેર કરયા છે. તરણેતર મેળાના સ.નં.૧૦૭, ૧૦૮માં રોડથી મેળાની અંદર બિન અધિકૃત કોઈપણ જાતના વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે. સુરેન્દ્રનગર-મુળી થઈ તરણેતર આવતા થાનગઢ ટાઉનમાં થઈ તરણેતર જતા વાહનો વગડીયા ફાટક (મેલડીમાના મંદીર)થી ભવાનીગઢ ત્રણ રસ્તાથી ખાખરાથળથી કાનપર થઈ તરણેતર ડાઈવર્ટ કરવા જાહેર કરાયો છે. મેળાનાં સમગ્ર વિસ્તારને 'નો ડ્રોન ઝોન' જાહેર કરયોતરણેતર મેળામાં ગુજરાત સહિત ભારતના અન્ય રાજ્યના માણસો અને વિદેશીઓ મળીને લાખોની સંખ્યામાં જનમેદની આવતી હોય છે. તેમજ રાજ્યના મુખ્યમંત્રી તથા બીજા સુરક્ષા કેટેગરી ધરાવતા મહાનુભાવો પધારનાર હોઈ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તથા મહાનુભાવોની સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને રાખી મેળાના સમગ્ર વિસ્તારને 'નો ડ્રોન ઝોન' જાહેર કરવામાં આવ્યો છે. કયા કયા રસ્તાને ડાયવર્ઝન અપાયુતરણેતર મેળામાં આવવા માટે ચોટીલાથી ઓક્ટ્રોય નાકા થઈ હાઈસ્કૂલના ખુણા પાસે થઈ તરણેતર પહેલા ધ્રાંગધ્રાનું બનાવેલા બસ સ્ટેન્ડ સુધી જ આવવાનું રહેશે. ત્યાથી આગળ જવાશે નહીં. ચોટીલા થાન તરફથી ધ્રાંગધ્રા-સરા-હળવદ તરફ જવા આવવા માટે તરણેતર મેળાનો માર્ગ ક્રોસકરવાનો ન હોવાથી થાનગઢ બાયપાસ થઈ અનસુયા વે બ્રીજ કાંટાથી ડાબી બાજુ વળી નવાગામ વિજળીયા થઈ જમણી બાજુ તરણેતર જવાના રોડથી સરા ધ્રાંગધ્રા જવા વરમાધાર તરફ વળી જવાનું રહેશે. તે જ રીતે સરા, ધ્રાંગધ્રા તરફથી આવવા માટે વરમાધારથી વિજળીયાના બોર્ડથી જમણી બાજુ વળી વિજળીયા, નવાગામ થઈ થાન તરફ આવવા જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત તરણેતર મેળામાં આવેલા વાહનો તરણેતરથી થાન, ચોટીલા તરફ પરત આવવા માટે તરણેતરથી થાન આવવા માટેના પાકા રોડથી રોંગ સાઈડ બાજુમાં વિડમાં (રોડની બાજુમાં) બનાવેલ નવા કાચા રોડ ઉપર કાનપર બોર્ડ સુધી સમાંતર રહેશે. ત્યાંથી (કાનપરના બોર્ડથી) નીચેના ભાગે જમણી બાજુ નવાગામ જવાનો જુનો ગાડા માર્ગ જે નવાગામ પી.એચ.સી. સેન્ટર પાસે નીકળશે. ત્યાંથી નવાગામ ચોકડી થઈ વાયા સારસાણા ગામથી થાનગઢ-વાકાંનેર રોડ પરથી તથા નવાગામ પી.એચ.સી. સેન્ટરથી વીજળીયા તરફ વીજળીયા ત્રણ રસ્તાથી માનડાસર મોરથળાથી વાંકાનેર રોડ અથવા લુણસર થઈ મોરબી તરફ પસાર થઈ શકશે. જયારે સારસાણાથી વાંકાનેર રોડથી થાનગઢ, ચોટીલા, મુળી તરફ જવા જણાવવામાં આવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.