જસાપર ગામે પેટાકેનાલ લીક થતા ખેતરોમાં પાણી ભરાઇ ગયા
- પાકને નુકશાન થવાની દહેશતથી ખેડૂતોમાં ચિંતા, વળતર આપવા માગણીસુરેન્દ્રનગર : ધ્રાંગધ્રા તાલુકાના જસાપર ગામ પાસે આવેલી નર્મદાની પેટા કેનાલ લીક થઇ હોવાની ચિંતાજનક ઘટના સામે આવી છે. પાકને નુકશાન થવાની દહેશતથી ખેડૂતો ચિંતાની લાગણી અનુભવી રહ્યાં છે.આ અંગેની વિગત એવા પ્રકારની છેકે, જસાપર ગામ પાસે આવેલી નર્મદાની મોરબી બ્રાન્ચ પેટાકેનાલ લીકેજ થવાના કારણે હજારો લીટર પાણી વેડફાયું હતું. સાથે આજુબાજુના કપાસના વાવેતર વાળા ખેતરોમાં પાણી ફળતા પાકને નુકશાન થવાની દહેશત વ્યક્ત કરવામાં આવી છે. ખેડુતો કહે છેકે, પાણી ચોરી બદલ ખેડુતો પાસેથી દંડ વસુલાય છે તેમ કેનાલો લીકેજ થાય તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરીને,ખેડુતોને નુકશાન બદલ વળતર આપવાની માંગ ઉઠી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.