મેટ્રો રેલની કામગીરી માટે, જિજ્ઞેશ પટેલે મંજુરી આપતા પ્રીતમનગરમાં સો વર્ષ જુનું ઝાડ કપાયું - At This Time

મેટ્રો રેલની કામગીરી માટે, જિજ્ઞેશ પટેલે મંજુરી આપતા પ્રીતમનગરમાં સો વર્ષ જુનું ઝાડ કપાયું


 અમદાવાદ,રવિવાર,28 ઓગસ્ટ,2022        અમદાવાદના પ્રિતમનગર વિસ્તારમાં મેટ્રો રેલની કામગીરી માટે
મ્યુનિસિપલ કોર્પોરેશનના ડીરેકટર પાર્કસ એન્ડ ગાર્ડન જિજ્ઞોશ પટેલે મંજુરી આપતા સો
વર્ષ જુનુ ઝાડ રવિવારે જેસીબી દ્વારા કાપી નાંખવામાં આવ્યુ હતું.ઘટના સમયે
મહાવીર  જન્મવાંચન કરી પરત નીકળેલા
દર્શનાર્થીઓનો આબાદ બચાવ થયો હતો.મેટ્રો તંત્રની બેદરકારી સામે પણ લોકોમાં રોષ જોવા મળ્યો
હતો.

પાલડીના પ્રિતમનગર અખાડા પાસે આવેલ જૈન સોસાયટીમાં અતિથી
એનેકક્ષીની બાજુમાં મેટ્રોરેલ માટેની કામગીરી કરવામાં આવી રહી છે.રવિવારે બપોરના
સમયે જેસીબી મશીનથી રસ્તો બનાવવાનુ કામ ચાલી રહયુ હતુ એ સમયે કોન્ટ્રાકટરના માણસોએ
દાખવેલી બેદરકારીના કારણે વિશાળ વૃક્ષ 
પ્રચંડ અવાજ સાથે કોટ ઉપર પડયુ હતું.આ કારણથી કોટને અડીને પાર્ક કરવામાં
આવેલ ગાડીઓને નુકસાન થવા પામ્યુ હતું.આ બનાવને પગલે જેસીબી ચાલક જેસીબી મુકીને
ગાયબ થઈ ગયો હતો.મેટ્રો ટ્રેનનું કામકાજ સંભાળતા અન્ય અધિકારીઓ ઘટના સ્થળે દોડી
ગયા હતા.જયાં સ્થળ ઉપરની પરિસ્થિતિના ફોટોગ્રાફ લઈ આગળની કાર્યવાહી કરવા માટે
મોકલી આપવામાં આવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.