૨૧ ટીમ,૯૫ વાહનના ઉપયોગ બાદ પણ સો રખડતા પશુ પકડાયા - At This Time

૨૧ ટીમ,૯૫ વાહનના ઉપયોગ બાદ પણ સો રખડતા પશુ પકડાયા


અમદાવાદ,રવિવાર,28
ઓગસ્ટ,2022અમદાવાદમાં રખડતા પશુઓના ત્રાસને નિયંત્રણમાં લેવા હાઈકોર્ટ
દ્વારા આદેશ અપાયા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અગાઉની સાત ટીમને બદલે ૨૧ ટીમ રખડતા
ઢોર પકડવા કામે લગાડી છે.૨૧ ટીમ ઉપરાંત ૯૫થી વધુ વાહનના ઉપયોગ બાદ પણ રવિવારે
સાંજના પાંચ કલાક સુધીમાં શહેરમાંથી સો રખડતા પશુ પકડાયા હતા.રખડતા પશુ પકડવા
મ્યુનિ.ની સ્માર્ટ સિટી કંટ્રોલ ટીમની પણ મદદ લેવાઈ રહી છે.આમ છતાં સોલા ઉપરાંત
ચાંદલોડીયા, રાણીપ, ચાણકયપુરી,ભાડજ ઉપરાંત
ઘાટલોડીયા,થલતેજ
તેમજ બોપલ અને ઘુમામાં રોડ ઉપર રખડતા ઢોરની સ્થિતિ પહેલાની જેમ જોવા મળી રહી છે.મ્યુનિ.ના ઢોર ત્રાસ અંકુશ વિભાગ દ્વારા અગાઉ ત્રણ શિફટમાં
સાત ટીમને ફરજ ઉપર મુકી શહેરના સાત ઝોનમાંથી રખડતા પશુઓ પકડવામાં આવતા
હતા.હાઈકોર્ટના આદેશ બાદ દોડતા થયેલા તંત્ર દ્વારા રખડતા પશુઓ પકડવા માટેની ટીમની
સંખ્યા વધારીને એકવીસ કરવામાં આવી છે.એક ટીમમાં કેટલ કેચીંગ મજુર સહિત અંદાજે દસ
કર્મચારીઓના કાફલાને ફરજ ઉપર મુકવામાં આવ્યા છે.૨૧ ટીમ રખડતા ઢોર પકડી શકે એ માટે
૯૫ થી વધુ વાહન ઉપયોગમાં લેવામાં આવી રહયા છે.પોલીસ ઉપરાંત એસ.આર.પી.ના વાહનોની પણ
મદદ લેવાઈ રહી છે.શનિવારે રાત્રિના સમયે મેમ્કો વિસ્તારમાં રખડતા ઢોર પકડવાની
કામગીરી સમયે કેટલ કેચીંગ મજૂરને ઈજા થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં
આવ્યો હતો.ત્રણ દિવસમાં વિવિધ વિસ્તારમાંથી ૫૪૦ રખડતા ઢોર પકડીને કેટલ
પોન્ડમાં પુરવામાં આવ્યા છે.રવિવારે દિવસ દરમિયાન ૪૩૦ કીલોગ્રામ ઘાસચારાનો જથ્થો
જપ્ત કરવાની સાથે ચાર પેડલ રીક્ષા જપ્ત કરાઈ હતી.કામગીરીમાં અવરોધ કે ઘાસ વેચાણ
પ્રતિબંધ અંગેના જાહેરનામાનો ભંગ કરવા બદલ કાગડાપીઠ અને વસ્ત્રાપુર પોલીસ
સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાઈ હતી.પશુઓ રખડતા કે ખુલ્લા મુકવા બદલ
અત્યારસુધીમાં કુલ ૭૨ ફરિયાદ કરવામાં આવી છે.હાઈકોર્ટના આદેશ છતાં મ્યુનિસિપલ
કોર્પોરેશનના ઢોર ત્રાસ અંકુશ વિભાગની કામગીરીની જોઈએ એવી અસર દેખાતી નથી.એકશન પ્લાન વગર અગાઉ રોજના સોથી વધુ રખડતા પશુ પકડાતા હતા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવનારા પૂર્વ
મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાના સમયમાં હાલના મ્યુનિસિપલ કમિશનરે  જેમ એકશન પ્લાન રખડતા પશુઓને પકડવા જાહેર કર્યો
છે એવો કોઈ પ્લાન જાહેર કરવામાં આવ્યો નહોતો.આમ છતાં શહેરના સાત ઝોનમાંથી રોજ સોથી
વધુ રખડતા પશુઓ ઢોર ત્રાસ અંકુશ વિભાગ દ્વારા પકડવામાં આવતા હતા.હાલમાં આટલી મોટી
સંખ્યામાં મેનપાવર અને વાહનોના ઉપયોગ બાદ પણ સાંજ સુધીમાં માંડ સો રખડતા પશુ
પકડવામાં આવી રહયા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.