'દિલ્હીને લંડન-પેરિસ બનાવવાના વચનો આપેલા, હવે આસામ સાથે સરખામણી કરવા લાગ્યા' - At This Time

‘દિલ્હીને લંડન-પેરિસ બનાવવાના વચનો આપેલા, હવે આસામ સાથે સરખામણી કરવા લાગ્યા’


- 'આવી ઈચ્છા તમને એ સમયે નથી થતી જ્યારે અમારા આસામના લોકો પૂર જેવી ભીષણ કુદરતી હોનારત સામે ઝઝૂમી રહ્યા હોય છે!'નવી દિલ્હી, તા. 28 ઓગષ્ટ 2022, રવિવારદિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા વચ્ચે ટ્વિટર વોર ચાલી રહ્યું છે. સરમાએ આજે કેજરીવાલની પ્રસ્તાવિત આસામ મુલાકાત મામલે નિશાન સાધ્યું હતું. તેમણે લખ્યું હતું કે, 'અરવિંદ કેજરીવાલજી આજે તમે આસામ આવવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છો. મને દુખ અને અફસોસ છે કે, આવી ઈચ્છા તમને એ સમયે નથી થતી જ્યારે અમારા આસામના લોકો પૂર જેવી ભીષણ કુદરતી હોનારત સામે ઝઝૂમી રહ્યા હોય છે! અને હા, તમારા નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાજીને તો આસામથી આમંત્રણ મોકલાઈ જ ગયું છે.'આ પણ વાંચોઃ અરવિંદજી તમારી બેદરકારી પીડાદાયક છે...અન્ય એક ટ્વિટમાં લખ્યું હતું કે, 'કેજરીવાલજી યાદ છે ને, તમે દિલ્હીને લંડન અને પેરિસ જેવું બનાવવાના વચનો સાથે સત્તામાં આવ્યા હતા. કશું ન કરી શક્યા એટલે આસામ અને નોર્થ ઈસ્ટ જેવા નાના શહેરો સાથે દિલ્હીની સરખામણી કરવા લાગ્યા! વિશ્વાસ રાખો, દિલ્હી જેવા શહેર અને સંસાધન ભાજપને મળે તો પાર્ટી તેને વિશ્વનું સૌથી સમૃદ્ધ શહેર બનાવશે.'11111જાણો શા માટે શરૂ થયો વિવાદકેજરીવાલે બુધવારના રોજ ટ્વિટમાં લખ્યું હતું કે, શાળાઓ બંધ કરવી એ કોઈ સમાધાન નથી અને દેશમાં વધુ શાળાઓ ખોલવાની જરૂર છે. તેમણે આસામમાં કેટલીક શાળાઓ બંધ કરાઈ હોવાનો દાવો કરતા સમાચાર પણ શેર કર્યા હતા. કેજરીવાલે શનિવારની ટ્વિટમાં લખ્યું હતું કે, 'અમારા ત્યાં કહેવત છે કે જ્યારે કોઈ પુછે કે, 'હું ક્યારે આવું' ત્યારે તમે એમ કહો કે, 'ગમે ત્યારે આવી જાઓ' તેનો અર્થ થાય છે કે, 'કદી ન આવશો.' મેં તમને સવાલ કર્યો કે, તમારી સરકારી શાળા જોવા ક્યારે આવું ત્યારે તમે કહ્યું જ નહીં. કહો ક્યારે આવું, ત્યારે આવી જઈશ.'આ પણ વાંચોઃ દિલ્હીની સરકારી શાળાઓમાં વર્ગોના બાંધકામ અંગે એલજીએ મુખ્ય સચિવ પાસે રિપોર્ટ માગ્યો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.