યુનિવર્સિટીએ 2019માં ભરતીની જાહેરાત બહાર પાડી, 2021 સુધી સ્ક્રૂટિની કરી, હજુ સુધી ઈન્ટરવ્યૂ ન કર્યા - At This Time

યુનિવર્સિટીએ 2019માં ભરતીની જાહેરાત બહાર પાડી, 2021 સુધી સ્ક્રૂટિની કરી, હજુ સુધી ઈન્ટરવ્યૂ ન કર્યા


આળસ - 2019માં મગાવેલી 423થી વધુ અરજીમાંથી 295 લાયક, ડિગ્રી, અનુભવ, રિસર્ચ પેપરના અભાવે 128 ગેરલાયક ઠર્યા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયમી પ્રોફેસરોની ભરતી છેલ્લા ત્રણ વર્ષથી ટલ્લે ચઢી છે. ત્રણ વર્ષ પહેલા વર્ષ 2019માં યુનિવર્સિટીમાં કાયમી પ્રોફેસરોની 52થી વધુ જગ્યા માટે અરજીઓ મગાવવામાં આવી હતી, પરંતુ યુનિવર્સિટીના સત્તાધીશોએ ત્રણ વર્ષ સુધી આ બાબતે કોઈ કાર્યવાહી ન કરી. વર્ષ 2022 સુધી યુનિવર્સિટીનું મહેકમ વિભાગ માત્ર પ્રોફેસરોની ભરતી માટેની આવેલી અરજીઓ ચકાસતું રહ્યું, સ્ક્રૂટિની કરી પરંતુ આજદિન સુધી ઈન્ટરવ્યૂ પ્રક્રિયા હજુ સુધી કરી શક્યું નથી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.