સુરતમાં કોરોનાનો વાવર યથાવત : નવા ૩૭ કેસ સામે ૨૧ દર્દીઓને રજા
- સિટીમાં
૨૫ અને જીલ્લામાં ૧૨ કેસ :૨૧૪ એકટીવ કેસ સુરત :સુરતમાં
શનિવારે સિટીમાં કોરોનામાં ૨૫ અને જીલ્લામાં ૧૨ મળી નવા ૩૭ દર્દી સંક્રમિત થયા છે.
જયારે સિટીમાં ૨૧ દર્દીઓને સાજા થયા હતા. જયારે
સુરતમાં શનિવારે સ્વાઇન ફલૂમાં એક પણ કેસ નોધાયો નથી
આરોગ્ય
વિભાગ પાસેથી મળેલી વિગત મુજબ સુરત સિટીમાં શનિવારે કોરોનામાં વધુ૨૫ કેસ નોધાયો
છે.જેમાં સૌથી વધુ અઠવામાં ૯,
લિંબાયતમાં ૪, રાંદેરમાં ૨, વરાછા એમાં ૪,વરાછા બીમાં૪, સેન્ટ્રલમાં ૧ અને ઉધના એ ઝોનમાં ૧
દર્દી સંક્રમિત થયા છે. જયારે સિટીમાં ૨૧ દર્દીઓે સાજા થતા રજા આપવામાં આવી છે.
સિટીમાં કુલ ૧૧૨ એકટીવ કેસ પૈકી૩ દર્દી હોસ્પિટલમાં દાખલ છે. આ સાથે સુરત
જીલ્લામાં નવા ૧૨ દર્દી સંપડાયા છે. જોકે
જીલ્લામાં કુલ ૧૦૨ એકટીવ કેસ છે. જયારે સિટી અને જીલ્લામાં મળી એકટીવ કેસ કુલ ૨૧૪
થયા છે. આ સાથે સુરત શહેરમાં શનિવારે સ્વાઈન ફ્લૂમાં એક પણ કેસ નહી નોધાતા તંત્રને રાહતનો શ્વાસ લીધો
હતો. જયારે સ્વાઇન ફલૂમાં હાલમાં એક દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જોકે
સ્વાઇન ફ્લૂમાં કુલ ૧૦૧ દર્દીઓ પૈકી ૬ વ્યકિતના મોત થવા અંગે પાલિકાના ચોપડે
નોધાયા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.