રૃા.1 લાખના ચેક રીટર્નના બે કેસોમાં આરોપીને એક વર્ષની કેદ - At This Time

રૃા.1 લાખના ચેક રીટર્નના બે કેસોમાં આરોપીને એક વર્ષની કેદ


સુરત ઈંટોના ધંધામાં ભાગીદારી દરમિયાન હાથ ઉછીના આપેલા રૃ. 15 લાખના પેમેન્ટ પેટેના ચેક રીટર્ન થયા હતાભાગીદારીમાં
ઈંટોના ધંધા વેળા હાથ ઉછીના આપેલા કુલ 15 લાખના લેણાંની ચુકવણી પેટે આપેલા  બે ચેક રિટર્ન થતા આરોપીને આજે એડીશ્નલ ચીફ
જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ અમિત કે.ગોહીલે દોષી ઠેરવી બંને કેસોમાં એક વર્ષની કેદની
સજા ફટકારતો હુકમ કર્યો હતો.સાંઈ કાર્ટીંગના
ફરિયાદી સંચાલક યોગેશ મનસુખ કાપડીયા તથા આરોપી મોહમદ યુસુફ શેખ (રે.સ્ટારનગર,આંબોલી ચાર રસ્તા,
તા. કામેરજ)ભાગીદારીમાં ઈંટોનો ધંધો કરતા હતા.જેથી ધંધાકીય  મિત્રતાના સંબંધોના નાતે ફરિયાદીએ આરોપીને ટુકડે
ટુકડે કુલ રૃ.15 લાખ હાથઉછીના આપ્યા હતા.જેના લેણાં પેટે આરોપીએ જાન્યુઆરી-2019 દરમિયાન
એક લાખના બે ચેક આપ્યા હતા. તે રીટર્ન થતા કોર્ટમાં ફરિયાદ કરાઇ હતી. બચાવપક્ષે જણાવ્યું
હતું કે ફરિયાદી માટે ફોર્ચ્યુનર કાર ખરીદીને તેના હપ્તા આરોપી આરોપી ચુકવતા હોેઈ સિક્યોરીટી
પેટે આપેલા ચેકનો દુરુપયોગ કરાયો છે. પરંતુ આ અંગેના પુરાવા આપી ન શકતા કોર્ટે આરોપીને
દોષી ઠેરવી સજાનો હુકમ કર્યો હતો. તેમજ  ફરિયાદીને
ત્રીસ દિવસમાં લેણી રકમ વળતર પેટે ન ચુકવે તો વધુ ત્રણ માસની કેદની સજા ફટકારતો હુકમ
કર્યો છે. કોર્ટે જણાવ્યું હતું કે આરોપી સામે આર્થિક સ્વરૃપનો ગુનો સાબિત થયો હોઈ
આરોપીને ક્રીમીનલ પ્રોસીજર કોડની કલમ-360ની જોગવાઈનો લાભ આપવો ન્યાયોચિત નથી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.