સુરતમાં કૌટુંબિક મિલકતોના કિસ્સામાં અશાંતધારાની મંજુરી લેવામાંથી મુક્તિ
- કૌટુબિક મિલ્કતમાં નામ ફેરબદલી, કૌટુંબિક રીલીઝ
દસ્તાવેજ, કૌટુબિક પાર્ટીશન ડીડ, મિલ્કત
વહેંચણી, કૌટુબિક બક્ષીસના કિસ્સામાં મંજુર લેવી પડશે નહી- મુળ કાયદાનો
હાર્દ એ છે કે ત્રાહિત વ્યકિતને તબદીલીથી કોઇ વિપરીત પરિસ્થિતિનું નિર્માણ ન થાય સુરતસુરત
શહેરના કેટલાક વિસ્તારોમાં અંશાતધારાનો અમલ શરૃ થયા બાદ કૌટુબિક મિલ્કત, દસ્તાવેજ સહિતની મહેસુલી
કામગીરીમાં પડી રહેલી મુશ્કેલીઓ અંગેની ફરિયાદો ઉઠતા સીટી પ્રાંત ઓફિસરે કૌટુબિક મિલ્કતના
કિસ્સામાં અંશાતધારા હેઠળ મંજુરી લેવામાંથી મુકિત આપવાનો આદેશ કર્યો છે. સુરત શહેરમાં
અડાજણ, કતારગામ
સહિત કેટલાક વિસ્તારોમાં અંશાતધારો લાગુ કરાયો છે. જેના કારણે કોઇ પણ મિલ્કતમાં ફેરફાર
કરતા પહેલા અંશાતધારા હેઠળ સીટી પ્રાંત ઓફિસરની મંજુરી લેવી ફરજિયાત કરાઇ હતી. આ મંજુરી
ફરજિયાત કરાતા કૌટુબિક મિલ્કતના કિસ્સામાં પણ મંજુરી લેવા માટે મુશ્કેલીઓ પડી રહી હોવાથી
આ અંગે જિલ્લા સંકલનમાં રજુઆત થતા જિલ્લા કલેકટર આયુષ ઓક દ્વારા યોગ્ય નિર્ણય લેવાની
ખાતરી આપી હતી. જેના પરિણામે સીટી પ્રાંત ઓફિસર જી.વી. મિયાણી દ્વારા આદેશ કરાયો છે.
કૌટુબિક આંતરીક તબદીલીઓના કિસ્સાઓમાં પણ અંશાતધારા હેઠળ પરવાનગી માટેની અરજીઓ મોટી
સંખ્યામાં આવે છે. મુળ કાયદાનો હાર્દ એ છે કે ત્રાહિત વ્યકિતને તબદીલીથી કોઇ વિપરીત
પરિસ્થિતિનું નિર્માણ અટકાવવાનો છે. કૌટુબિક વહેચણીના કિસ્સામાં ત્રાહિતનું હિત ઉપસ્થિત
કરવાનો પ્રશ્ન રહેતો નથી.
આથી
કૌટુબિક મિલ્કતમાં નામ ફેરબદલી,
કૌટુંબિક રીલીઝ દસ્તાવેજ, કૌટુબિક પાર્ટીશન
ડીડ, મિલ્કત વહેંચણી, કૌૈટુબિક બક્ષીસ
દસ્તાવેજનો સમાવેશ થતો હોય તેમાં અંશાતધારા હેઠળ પૂર્વ પરવાનગી લેવાની જરૃરિયાત
જણાતી નથી. આમ કૌટુબિક મિલ્કત દસ્તાવેજ સહિત મહેસુલી કામગીરીમાંથી અંશાતધારાની
મુજરીમાંથી મુકિત આપવામાં આવતા શહેરીજનોને રાહત થઇ છે. સાથે જ કર્મચારીઓની
કામગીરીનું ભારણ પણ હળવુ થશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.