સુરત-ઓલપાડને જોડતો સરોલી બ્રિજ શરૃ કરવા ગેરીના રિપોર્ટની વાટ જોવાય છે
- સંભવતઃ
આગામી અઠવાડીયે વાહનવ્યવહાર માટે શરૃ કરાશે,
પ્રારંભમાં ટુ-વ્હીલરને એન્ટ્રી અપાશે સુરતસુરત-ઓલપાડને
જોડતા સરોલી બ્રિજનો એક તરફનો ભાગ બેસી જતા વાહન વ્યવહાર માટે બંધ કરાયા બાદ બે- ત્રણ
દિવસમાં ગેરીનો રિપોર્ટ આવ્યા બાદ પહેલા ટુ વ્હીલર અને ત્યારબાદ ફોર વ્હીલ ગાડીઓ માટે
ખુલ્લો મુકાશે. જયારે હેવી વાહનો માટે આ બ્રિજ બંધ જ રહેશે. છેલ્લા ઘણા દિવસોથી ફરી
ફરીને જવુ પડતુ હોવાથી ઝડપથી શરૃ કરવાની માંગ ઉઠી છે.
જહાંગીરપુરા
નજીકના સરોલી બ્રિજનો એક ભાગ બેસી જતા સલામતીને ધ્યાનમાં રાખીને અવર જવર માટે બંધ
કરી દેવાયો હતો. પાલિકા દ્વારા ઝડપથી કામગીરી શરૃ કરાઇ હતી. પરંતુ વારંવાર માટી
ધસી પડવાના કારણે રીપેર કરવામાં મુશ્કેલીઓ આવતી હતી. દરમ્યાન બ્રિજ બંધ રહેતા વાહન
ચાલકોએ શેરડી, જોથાણ થઇને જવુ પડયુ હતુ. તો અંભેટા સોંસક પરથી પણ વાહન ચાલકો જતા હતા.
જેના કારણે આ ગામોમાં પણ ટ્રાફિક જામ રહેતા પડી રહેલી તકલીફોના કારણે ઝડપથી શરૃ
થાય તેવી માંગ ઉઠી હતી. બીજી બાજુ રાજય મંત્રી મુકેશ પટેલે પણ આ બ્રિજની મુલાકાત
લઇ ઝડપથી શરૃ કરવા સુચના આપી હતી. તેમણે જણાવ્યુ હતુ કે આગામી દિવસોમાં ગેરીનો
રિપોર્ટ આવી જશે. ત્યારબાદ પહેલા ટુ વ્હીલર વાહન ચાલકોને જવા દેવામાં આવશે.
ત્યારબાદ ફોરવ્હીલ ચાલકોને જવાની પરવાનગી આપવામાં આવશે. પરંતુ હેવી વાહનોની નો
એન્ટ્રી રહેશે. સંભવત આવતા અઠવાડિયાથી જ આ બ્રિજ ચાલુ થઇ જશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.