અનુસૂચિત જનજાતિ પ્રત્યે દરેક સમાજે જોવાનો દ્રષ્ટીકોણ બદલવાની જરુરીયાત
- આયોગના
ચેરમેનની ઉપસ્થિતિમાં અનુ. જનજાતિના નાયકોએ આપેલા યોગદાન અને બલીદાનો અંગે લોકોને
માહિતગાર કરાયા સુરતનર્મદ
યુનિવર્સિટીમાં યોજાયેલા કાર્યક્રમમાં અનુસુચિત જનજાતિ આયોગના ચેરમેને જનજાતિ
સમાજનું સારી રીતે અધ્યયન થાય તે માટે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ રીર્સચ કરવુ
જોઇએ. દરેક સમાજે જનજાતિ સમાજ પ્રત્યે જોવાની દષ્ટ્રીકોણ બદલવાની જરૃર હોવાનું
તેમણ કહ્યુ હતુ.
નર્મદ યુનિવર્સિટીના કન્વેશન હોલમાં
આજે સ્વતંત્રતા સંગ્રામમાં જનજાતિ નાયકોએ આપેલા યોગદાન અને બલીદાનો અંગે માહિતગાર
કરવા પહેલીવાર કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્દબોધન કરતા રાષ્ટ્રીય
અનસુચિત જનજાતિ આયોગના ચેરમેન હર્ષ ચૌહાણે જણાવ્યુ હતુ કે આઝાદીની સંઘર્ષ કડીઓને
જોડીને જોઇએ તો ખ્યાલ આવશે કે જનજાતિ સમાજે ભારતની સ્વતંત્રતામાં મોટુ યોગદાન
આપ્યુ છે. અનુ. જનજાતિ આયોગ પ્રારંભિક તબક્કે ત્રણ વિષય પર કાર્ય કરી રહ્યુ છે.
અસ્મિતા એટલે જનજાતિ સમુદાયના મહાપુરુષો,
સંસ્કૃતિ માટે લખવાનુ તેમજ સામાજિક વ્યવસ્થા અને ત્યાગ બલિદાનની
જાણકારી મેળવવી તેની જાળવણી કરવી. વિકાસ માટેની યોજનાઓના લાભ વધુમાં વધુ જનજાતિ
સમાજ લઇ શકે તે માટે આયોહ કામગીરી કરી રહ્યુ હોવાનું તેમણે જણાવ્યુ હતુ. સાથે જ
જનજાતિ સમાજનું સારી રીતે અધ્યન થાય તે માટે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને રીર્સચ
કરવુ જોઇએ. દરેક સમાજે જનજાતિ સમાજ પ્રત્યે જોવાની દષ્ટ્રીકોણ બદલવાની જરૃર છે.
સમ્રગ દેશમાં ૧૦૦ થી વધુ યુનિવર્સિટીઓમાં સમાજના યુવા ધનને આઝાદીના લડવૈયા સાથે
જનજાતિ સમાજના યોગદાન અંગે માહિતગાર કરવા કાર્યક્રમનુ આયોજન થઇ રહ્યુ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.