ચોટીલામાં ડુપ્લીકેટ તમાકુ ઘુસાડવાનું કૌભાંડ - At This Time

ચોટીલામાં ડુપ્લીકેટ તમાકુ ઘુસાડવાનું કૌભાંડ


- રૂા. 4 લાખથી વધુના મુદામાલ સાથે જામનગર અને ચોટીલાના ત્રણ શખ્સને ઝડપી લઇ ગુનો દાખલ કર્યો સુરેન્દ્રનગર : જામનગરથી બે વાહનોમાં બાગબાન બ્રાન્ડની ડુપ્લીકેટ બિલ વગરની તમાકુનો જથ્થો ચોટીલામાં ઘુસાડવાના પ્રકરણમાં પોલીસે રૂા. ૪,૭૪,૯૬૦ના મુદામાલ સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડયા છે. આ અંગેની જાણવા મળતી વધુ વિગત એવી છેકે, વિમલ પાન મસાલા, બાગબાન તમાકુ િંવગેરે બ્રાન્ડની એમ.ફોર.યુ. ઈન્ટલેકચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ સર્વિસીસ કંપનીમાં ફરજ બજાવતા હિરેનભાઈ મુકેશભાઈ પટેલને માહિતી મળી હતી કે જામનગરથી ચોટીલા શહેરમાં બાગબાન તમાકુ-૧૩૮ના નાના મોટા તમાકુનાં ડુપ્લીકેટ ડબ્બા વેચાણ અર્થે આપવા શખ્સો આવનાર છે. તેથી તેમણે પોલીસને જાણ કરી હતી. પોલીસની ટીમે તેમને સાથે રાખી ચોટીલા ચામુંડા તળેટીથી ગામમાં જવાના રસ્તે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી મારૂતિ કાર અને ઓમની કાર આવતા તેને અટકાવી તલાશી લેતા રૂા.૨૭,૪૯૬૦ની કિંમતનાં ૮૬૮ નંગ નાના-મોટા ડુપ્લીકેટ તમાકુના ડબ્બા મળી આવ્યા હતા. પોલીસે જામનગરનાં ઈશ્વરભાઈ ખીમજીભાઈ ચૌહાણ, ચોટીલાનાં અસરફભાઈ નીઝારભાઈ કલાડીયા અને જયદીપ ઉર્ફે શ્યામભાઈ કિશોરભાઈ આડતીયાની કોપી રાઈટ એક્ટ મુજબ અટક કરી તમાકુનો જથ્થો, બે કાર વિગેરે મળી કુલ રૂા.૪,૭૪,૯૬૦નો મુદામાલ જપ્ત કરી કાર્યવાહી કરી છે. આ બનાવમાં નકલી તમાકુનો જથ્થો વાકાનેરનાં સુકુભાઈએ ભરી આપ્યો હોવાનું ખુલતા ચારેય સામે ગુનો નોંધવામાં આવ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.