પાવર સરપ્લસ ગુજરાતને ૧૫૦૦૦ મેગાવોટની ડીમાન્ડ પૂરી કરવામાં ફાંફા - At This Time

પાવર સરપ્લસ ગુજરાતને ૧૫૦૦૦ મેગાવોટની ડીમાન્ડ પૂરી કરવામાં ફાંફા


(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,શનિવારગુજરાત સરકારની વીજ વિતરણ કંપનીઓને ચોમાસાના ઓછી ડીમાન્ડના ગાળામાં પણ ૧૫૦૦૦ મેગાવોટની જરૃરિયાત પૂરી કરવામાં તકલીફ પડી રહી છે. બીજીતરફ કેટલાક ખાનગી વીજ સપ્લાયર્સે ૨૪૦૦ મેગાવોટ વીજળીનો સપ્લાય પણ ગુજરાત સરકારની વીજ કંપનીઓને આપવાનું અટકાવી દીધું હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્રીજું, ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડના વડપણ હેઠળ ચાલતા પાવર પ્લાન્ટ ૨૭.૪ ટકા પ્લાન્ટ લોડ ફેક્ટરથી જ ચાલી રહ્યા છે. આ સ્થિતિમાં ગુજરાત સરકારની વીજ વિતરણ કંપનીઓ માટે માત્ર ૪૦ દિવસના ગાળા માટે ૫૦૦ મેગાવોટ વીજળી ખરીદવા માટે ટેન્ડર મંગાવવામાં આવ્યા છે. ૧૧મી સપ્ટેમ્બર ૨૦૨૨થી ૨૧મી ઓક્ટોબર ૨૦૨૨ના ૪૦ દિવસના ગાળા માટે વીજ સપ્લાયના ટેન્ડર મંગાવવામાં આવ્યા છે.ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડના ૫૦ ટકા પાવર પ્લાન્ટ અત્યારે બંધ હાલતમાં છે. પરિણામે માનવ સર્જિત વીજ કટોકટી નિર્માણ થઈ હતી. ખાનગી વીજ કંપનીઓનો પાવર યુનિટદીઠ રૃ. ૮થી ઊંચા ભાવે મળતો હોવાથી પણ ખરીદી અટકાવવામાં આવી હોવાની શક્યતા છે. ખાનગી વીજ કંપનીઓ મેટ્રિક ટનદીઠ રૃ. ૧૮૦૦૦ના ભાવથી આયાતી કોલસો ખરીદી રહી હોવાથી તેમની વીજળીની યુનિટદીઠ પડતર ઊંચી જતી હોવાથી તેઓ રૃ. ૮થી ઓછા ભાવે વીજળી વેચવા પણ તૈયાર ન હોવાનું જણાઈ રહ્યું છે. આ ભાવે વીજળીની ખરીદી કરવામાં આવે તો ફ્યુઅલ પ્રાઈસ એન્ડ પાવર પરચેઝ એગ્રીમેન્ટ-એફપીપીપીએની ફોર્મ્યુલા હેઠળ વસૂલવાનો યુનિટદીઠ ચાર્જ રૃ. ૪ને વળોટી જાય તેવી પણ સંભાવના છે. તેથી પણ ખાનગી વીજ કંપનીઓ પાસેથી વીજળી ખરીદવાનું અટકાવવામાં આવી રહ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. ત્રીજું, ગેસ આધારિત પાવર પ્લાન્ટ પણ બંધ હાલતમાં પડયા છે. કારણ કે ગેસના ભાવ ઊંચા હોવાથી તેમની વીજળીના યુનિટદીઠ ભાવ રૃ. ૧૨થી ૧૪ સુધીના આવી શકે છે. ચોથું ગુજરાત સરકારની વીજ ઉત્પાદન કંપનીઓ દ્વારા કરવામાં આવતી સરેરાશ વીજળી તેની કુલ ક્ષમતા સામે માત્ર ૨૭.૪ ટકા જેટલી જ છે. ૨૬મી ઓગસ્ટના વીજ ઉત્પાદનના આંકડાઓને આધારે આ તારણ કાઢવામાં આવ્યું છે.નીચે દર્શાવેલા ટેબલ પરથી ફલિત થાય છે કે ગુજરાત સરકારની વીજ કંપનીઓ તેમની કુલ ક્ષમતાના સરેરાશ માત્ર ૨૭.૪ ટકા વીજળી પેદા કરે છે ૨૬મી ઓગસ્ટે ૧૫૨૪૦ મેગાવોટની ડીમાન્ડ કરતાં ઉત્પાદન માત્ર ૨૭.૪ ટકાનું હતું. તેના કારણોમાં ઊંડા ઉતરીએ તો ગુજરાત સરકારના ગાંધીનગરના પ્લાન્ટ ૩ અને ૪, ઉકાઈ ટીપીએસના પ્લાન્ટ ૪ અને ૬, વણાકબોરીના પ્લાન્ટ ૧, ૪ અને ૮, સિક્કા ટીપીએસનો પ્લાન્ટ ૪, કેએલટીપીએસનો પ્લાન્ટ ૪, બીએલટીપીએસનો પ્લાન્ટ ૨, ધુવારણનો પ્લાન્ટ ૧, ૨ અને ૩ તથા ઉત્રાણ એક્સટેન્શનનો પ્લાન્ટ બંધ હાલતમાં છે. ગુજરાતના બંધ પડેલા પાવર પ્લાન્ટની કુલ વીજ ઉત્પાદન ક્ષમતા ૩૯૬૦ મેગાવોટની છે. આમ કુલ ૬૬૭૦ મેગાવોટ વીજળી ઉત્પાદન કરવાની ક્ષમતા ગુજરાત સરકારની વીજ કંપનીઓ ધરાવે છે. તેમાંથી ૩૯૬૦ મેગાવોટના પ્લાન્ટ સાવ જ બંધ હાલતમાં છે. અત્યારે ચોમાસું સારુ હોવાથી જળ વિદ્યુત, વિન્ડ પાવર અને સોલાર પાવર ગુજરાત સરકારની વીજ કંપનીઓની ડીમાન્ડ સંતોષવામાં મદદ કરી રહી છે. વિન્ડ પાવરનો ૯૨૮ મેગાવોટનો અને સોલાર પાવરને ૮૭૯ મેગાવોટનો સપ્લાય ગુજરાત સરકારની વીજ કંપનીઓને મળી રહ્યો છે. જોકે વિન્ડ પાવર અને સૌર ઉર્જાથી પેદા થતી વીજળીનું પ્રમાણ પણ ઘણુ જ ઓછુ છે. આમ ગુજરાત ઉર્જા વિકાસ નિગમના ઢંગઢડા વિનાના વહીવટને કારણે ગુજરાતની પ્રજાને માથે વીજ ખર્ચનો બોજો વધી રહ્યો છે. બીજીતરફ ગુજરાત વીજ નિયમન પંચ શાંત બેસીને આ ખેલ નિહાળી રહ્યું છે.(બોક્સ)પાવર પ્લાન્ટ વપરાતુ કુલ                   વાસ્તવિક          પ્લાન્ટ લાડ સ્થળ                 ઇંધણ ઉત્પાદન ક્ષમતા    ઉત્પાદન ક્ષમતા      ફેક્ટર                         મે.વો.માં        મે.વો.માંગાંધીનગર         કોલસા ૬૩૦                      ૨૬૭                    ૪૨.૪ ટકાઉકાઈ-ટીપીએસ કોલસો ૧૧૧૦             ૩૪૯                    ૨૨.૪ ટકાવણાકબોરી કોલસા ૨૨૭૦            ૬૪૬                    ૨૮.૪ ટકાસિક્કા-ટીપીએસ ઇમ્પો. કોલસા ૫૦૦           ૭૬                           ૧૫.૨ ટકાકેએલટીપીએસ લિગ્નાઈટ       ૧૫૦          ૫૫                           ૩૬.૬ ટકાબીએલટીપીએસ લિગ્નાઈટ       ૫૦૦         ૭૯                          ૧૫.૮ ટકાધુવારણ ગેસ                       ૫૯૫        ૦૦                           ૦૦ ટકાઉત્રાણ ગેસ                      ૩૭૫        ૦૦                           ૦૦ ટકા ઉકાઈ જળ                     ૩૦૦       ૩૦૦                          ૧૦૦ ટકાકડાણા જળ                    ૨૪૦      ૧૫૬                          ૬૫ ટકાકુલ         ૦૦                    ૬૬૭૦      ૧૮૨૮                       ૨૭.૪ ટકા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.