કામદારોના લઘુતમ વેતનમાં ૧૫ ટકાથી વધુનો વધારો ન કરો - At This Time

કામદારોના લઘુતમ વેતનમાં ૧૫ ટકાથી વધુનો વધારો ન કરો


(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,શનિવારએક તરફ મોંઘવારીને કારણે આમજનતાની હાલત કફોડી થઈ રહી છે ત્યારે બીજીતરફ લઘુતમ વેતનના દરમાં સૂચવવામાં આવેલા વધારાને મહત્તમ ૧૫ ટકા સુધી જ સીમિત રાખવાની લાગણી અને માગણી કરવામાં આવી છે. ગુજરાત સરકારે લઘુતમ વેતનમાં વધારો કરવાની દરખાસ્ત મૂકી છે. કામદારોના હિતમાં પગાર વધારો કરવા સામે કોઈ જ વાંધો ન હોઈ શકે, પરંતુ આ વધારો ૧૫ ટકા સુધી જ સીમિત રાખવાની માગમી કરવામાં આવી છે.ગુજરાત સરકારે કામદારોના લઘુતમ વેતનમાં ૨૬ ટકાનો વધારો કરવાની દરખાસ્ત મૂકી છે.સરકાર લઘુતમ વેતન રૃા. ૩૫૧થી વધારીને ૪૪૧ કરવાની દરખાસ્ત લઈને આવી છે. મહારાષ્ટ્રમાં લઘુતમ વેતન રૃા. ૩૯૮થી ૨.૯ ટકા વધારીને ૪૦૯ કરવામાં આવ્યું છે. રાજસ્થાનમાં લઘુતમ વેતન રૃા. ૨૫૨થી ૨.૮ ટકા વધારીને રૃા. ૨૫૯ કરવામાં આવ્યું છે. મધ્યપ્રદેશમાં લઘુતમ વેતન રૃા. ૩૨૩થી ૮.૭ ટકા વધારીને રૃા. ૩૫૧ કરવામાં આવ્યું છે. આ જ રીતે કર્ણાટકમાં લઘુત્મ વેતન ૩૪૬થી ૫.૭ ટકા વધારીને રૃા. ૩૬૬ કરવામાં આવ્યું છે. તેલંગણામાં રૃા. ૨૭૯થી ૭.૨ ટકા વધારીને રૃા. ૨૯૯ કરવામાં આવ્યું છે. આ બધાં જ રાજ્યોની તુલનાએ ગુજરાતમાં આપવામાં આવી રહેલો ૨૬ ટકાનો વધારો અસહ્ય છે.અત્યારે કાર્યકુશળ કામદારને લઘુતમ વેતન તરીકે રૃા. ૩૬૭.૩૦, અર્ધકાર્યકુશળ કામદારને રૃા. ૩૫૯.૩૦ અને કાર્યકુશળતા ન ધરાવતા કામદારને રૃા. ૩૩૫૧.૩૦નો દૈનિક પગાર આપવામાં આવે છે. તેની સામે આ ત્રણેય કેટેગરીમાં અનુક્રમે રૃા. ૪૬૨, રૃા. ૪૫૨ અને રૃા. ૪૪૧ કરવાની દરખાસ્ત મૂકવામાં આવી છે. આમ કામદારોના પગારમાં બહુ મોટો વધારો કરવામાં આવશે તો તેને પરિણામે ઉદ્યોગો તેના ખર્ચના બોજને કારણે બજારમાં તેમની સ્પર્ધાત્મકતા ગુમાવી દે તેવી શક્યતા હોવાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ગુજરાત ચેમ્બરના પ્રમુખ પથિક પટવારીએ લખેલા એક પત્રમાં જણાવવામાં આવ્યું છે. લઘુતમ વેતનમાં ૨૬ ટકાનો વધારો કરવામાં આવશે તો ઉદ્યોગો માટે તેમનું અસ્તિત્વ ટકાવવું કઠિન બની જશે. આ પગાર વધારાને કારણે ઉદ્યોગોને પણ તેમના ઉત્પાદનોના ભાવમાં વધારો કરવો પડશે. તેનાથી ફરી એકવાર ફુગાવાનો દર ઊંચો જશે. અત્યારે પણ સરકાર ફુગાવાના દરને અંકુશમાં લેવા મથામણ કરી રહી છે ત્યારે આ વધારો ઉચિત જણાતો નથી. આ સંજોગમાં પગારના દરમાં ૧૫ ટકા કે તેનાથી ઓછો વધારો કરવો જોઈએ તેવી અમારી માગણી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.