દામનગર શ્રી કુંભનાથ મહાદેવ શ્રી વેજનાથ મહાદેવ મંદિર પરિસર ખાતે શ્રધ્ધાળુ ભાવિકો દ્વારા પિતૃતર્પણ દાન દક્ષિણા કરી - At This Time

દામનગર શ્રી કુંભનાથ મહાદેવ શ્રી વેજનાથ મહાદેવ મંદિર પરિસર ખાતે શ્રધ્ધાળુ ભાવિકો દ્વારા પિતૃતર્પણ દાન દક્ષિણા કરી


દામનગર શ્રી કુંભનાથ મહાદેવ શ્રી વેજનાથ મહાદેવ મંદિર પરિસર ખાતે શ્રધ્ધાળુ ભાવિકો દ્વારા પિતૃતર્પણ દાન દક્ષિણા કરી

દામનગર શહેર માં શિવાલય શ્રી કુંભાનથ મહાદેવ અને વેજનાથ મહાદેવ મંદિર પરિસરો માં શ્રધ્ધાળુ ભાવિકો પોતાના પિતૃજનોને તૃપ્ત કરવા માટે વહેલી સવારથી મોટી સંખ્યામાં શ્રધ્ધાળુ ભાવિકો પહોંચ્યા હતા અને મંદિર સ્થિત મોક્ષ પીપળાને જલ અર્પણ કરી, પોતાના પિતૃઓને તૃપ્ત કર્યાની લાગણી અનુભવી હતી.આજે શ્રાવણ માસનો અંતિમ દિવસ એટલે ભાદરવી અમાસનો પવિત્ર દિવસ
પિતૃને તૃપ્ત કરવા મોક્ષ પીપળે પાણી રેડી તર્પણ કરી, યથાશક્તિ દાન દક્ષિણા આપી ધન્યતા અનુભવી હતી.
આમ જોઈએ તો, દર વર્ષે બાળા -ભોળાના દિવસ કે શ્રાવણ માસના બારસથી ભાદરવી અમાસ એમ ત્રણ દિવસ મોટી સંખ્યામાં ભાવિકો પોતાના પિતૃઓને તૃપ્ત કરવા માટે શિવાલય ખાતે આવતા હોય છે આજે ભાદરવી અમાસ ના પવિત્ર દીને મંદિર પરિસર માં શહેરીજનો દ્વારા યથા શક્તિ દાન પુણ્ય દક્ષિણા આપી ધન્યતા અનુભવતા હતા

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.