જામનગરના યુવાનની પ્રદુષણ ઘટાડવા 7500 કિલોમીટરની કેદારનાથ સુધીની સાઇકલ યાત્રા
- અનેક રાજ્યોના પ્રવાસ સાથે પ્રતિદિન ૧૫૦ કિમી નું અંતર કાપી અઢી મહિને કેદારનાથ પહોંચશેજામનગર,તા.27 ઓગષ્ટ 2022,શનિવારજામનગરનો તરવરીયો યુવાન પર્યાવરણને બચાવવાના ભાગરૂપે કેદારનાથની સાઇકલ યાત્રાના પ્રવાસે નીકળતાં શુભેચ્છકો દ્વારા પ્રસ્થાન કરાવ્યું છે. અનેક રાજ્યોમાંથી સાયકલનો પ્રવાસ કરી પ્રતિદિન ૧૫૦ કિલોમીટરનું અંતર કાપીને અઢી મહિના પહોંચશે, અને સાયકલ યાત્રાની પૂર્ણાહૂતી કરશે. જામનગરના અનેક શુભેચ્છકો દ્વારા તેને પ્રસ્થાન કરાવાયું હતું. જામનગરમાં રહેતા ગોવિંદભાઈ હમીરભાઈ નંદાણીયા નામના ૪૬ વર્ષના યુવાન કે જે આજે જામનગર થી અંદાજે સાડા સાત હજાર કિલોમીટરની કેદારનાથની સાઇકલ યાત્રાના પ્રવાસે રવાના થયા છે, અને પર્યાવરણ બચાવવાના ભાગરૂપે આ સાઈકલ યાત્રા યોજીને ભગીરથ પ્રયાસ કરવામાં આવ્યો છે. ગોવિંદ નંદાણીયા દ્વારા પ્રતિદિન ૧૫૦ કિલોમીટરનું અંતર કાપીને જામનગર થી ગુજરાતના વિસ્તાર તથા રાજસ્થાન, દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, અને હિમાચલ પ્રદેશનો અંદાજે સાડા સાત હજાર કિલોમીટરનો સાયકલ પ્રવાસ કરીને અઢી મહિના પછી પહોંચશે, અને સાયકલ યાત્રા ની પૂર્ણાહુતિ કરશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.