પૂર્વ CJI એનવી રમણા: નિર્વિવાદિત કાર્યકાળમાં ચુકાદા કરતા ભાષણના લીધે વધુ ચર્ચાયા
નવી દિલ્હી, તા. 27 ઓગસ્ટ 2022 શનિવારસુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ એનવી રમણાનો કાર્યકાળ 26 ઓગસ્ટ 2022એ પૂરો થયો. તેમણે એવા સમયે પોતાના પદની કમાન સંભાળી હતી જ્યારે તેમના અગાઉના બે ચીફ જસ્ટિસનો કાર્યકાળ વિવાદોથી ઘેરાયેલો હતો.પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ અને શરદ અરવિંદ બોબડેના કાર્યકાળ દરમિયાન સુપ્રીમ કોર્ટની છબીને લઈને ન્યાયિક વર્તુળોમાં ચર્ચા થતી રહી હતી.આ પણ વાંચો: લાખો વંચિતો સુધી ન્યાય પહોંચાડવાની જરુર : સીજેઆઇ રમણ નિવૃત્તપૂર્વ ચીફ જસ્ટિસ રમણાનો કાર્યકાળ આ બંને પૂર્વ જજ કરતા શ્રેષ્ઠ ગણાવાઈ રહ્યો છે કેમકે તેઓ વિવાદોથી દૂર રહ્યા. પૂર્વ ચીફ જસ્ટિસ ગોગોઈએ પોતાના જ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર પોતાની જ કોર્ટમાં સુનાવણી કરી અને પોતાને આરોપ મુક્ત કર્યા, જ્યારે પૂર્વ ચીફ જસ્ટિસ બોબડે પણ વિવાદોથી બચી ના શક્યા. આ મામલે રમણ નસીબદાર રહ્યા.પરંતુ કાયદાકીય વર્તુળોમાં એવી ચર્ચા રહી કે પૂર્વ CJI રમણાને તેમના દ્વારા આપવામાં આવેલા ચુકાદાના કારણે નહીં પરંતુ તેમના દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓ અને તેમના ભાષણોના કારણે વધારે ઓળખવામાં આવતા રહ્યા.ત્રણ દિવસ પહેલાનુ તેમનુ ભાષણ પણ ચર્ચામાં રહ્યુ જ્યારે આંધ્ર પ્રદેશની એક યુનિવર્સિટીમાં ચીફ ગેસ્ટ તરીકે બોલતા તેમણે કહ્યુ કે ઉચ્ચ શિક્ષણ આપનાર સંસ્થા એટલા માટે પોતાના સામાજિક વાજબીપણુ ગુમાવી રહી છે કેમ કે તે ફેક્ટરીની જેમ કામ કરી રહી છે અને આ ફેક્ટરીઓ મશરૂમની જેમ ખીલી રહી છે.આ મહિનાની 24 તારીખે એક અરજીની સુનાવણી દરમિયાન પૂર્વ ચીફ જસ્ટિસ એન વી રમણાએ ટિપ્પણી કરી કે દેશમાં નિવૃત થનારાની કોઈ કદર નથી. તેમણે આ ટિપ્પણી એડવોકેટ વિકાસ સિંહની અરજીની સુનાવણી કરતા કરી. આ પણ વાંચો: જસ્ટિસ યુયુ લલિતે દેશના 49મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ ગ્રહણ કર્યાઆંધ્ર પ્રદેશમાં જન્મેલા પૂર્વ ચીફ જસ્ટિસ રમણાને આ મામલે પણ નસીબદાર મનાય છે કે હવેથી સેવાનિવૃત થનારા ચીફ જસ્ટિસને છ મહિના સુધી રહેવાની મફત વ્યવસ્થા આપવામાં આવશે અને આનો લાભ લેનારા તેઓ પહેલા પૂર્વ ચીફ જસ્ટિસ હશે.આ સંબંધિત બિલ ભારત સરકારના કાયદા મંત્રાલયે પણ જારી કરી દીધુ છે.ઘણા કેસ પેન્ડિંગ પરંતુ તેમની કાર્યપ્રણાલીને ન્યાયિક વર્તુળોમાં જુદા જુદા દ્રષ્ટિકોણથી જોવામાં આવી રહી છે. અમુક માને છે કે તેઓ ઈચ્છતા હતા કે કોઈ વિવાદમાં ના આવે અને સ્વચ્છ છબી સાથે વિદાય લે.જ્યારે અમુક માને છેકે કેટલાક મહત્વના કેસ જેમાં તેઓ હસ્તક્ષેપ કરી શકતા હતા કે સુનાવણી કરી શકતા હતા પરંતુ તેમણે આવા કેસ પેન્ડિંગ રહેવા દીધા. ઉદાહરણ તરીકે જમ્મુ અને કાશ્મીરમાં કલમ હટાવવાને પડકારતી ઘણી અરજીઓ હજુ પેન્ડિંગ છે જ્યારે આ કલમ વર્ષ 2019માં જ હટાવવામાં આવી હતી અને તેના તાત્કાલિક બાદ કેન્દ્ર સરકારના આ નિર્ણયને પડકારવા અમુક સંસ્થાઓ અને લોકોને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. અમુક એડવોકેટ એ પણ કહી રહ્યા છે કે આ કેસ ભલે તેમની કોર્ટનો ના રહ્યો પરંતુ જનહિત અરજીકર્તાને દંડિત કરવાનુ કાર્ય તેમના ચીફ જસ્ટિસ રહેતા જ થયુ જેથી એક નવી ન્યાયિક પરંપરાની શરૂઆત થઈ. કેટલાક મહત્વપૂર્ણ કેસ જે પેન્ડિંગ રહ્યા- નાગરિકતા સુધારો અધિનિયમ રદ.- ચૂંટણી બોન્ડ જાહેર કરવું.- કર્ણાટકની શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પર પ્રતિબંધનો મામલો.- જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370ને હટાવ્યાને પડકારતી 23 અરજીઓ ત્યારથી પેન્ડિંગ છે.- UAPA જેવા કાયદાને રદ કરવા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.