ઝારખંડમાં રાજકીય ઉથલપાથલની આશંકા વચ્ચે સોરેન સરકારના મંત્રીઓને લઈ 3 બસ છતીસગઢ રવાના - At This Time

ઝારખંડમાં રાજકીય ઉથલપાથલની આશંકા વચ્ચે સોરેન સરકારના મંત્રીઓને લઈ 3 બસ છતીસગઢ રવાના


નવી દિલ્હી,તા.27 ઓગસ્ટ 2022,શનિવાર     રાજકીય સંકટને લઈને આજે મુખ્યમંત્રી હેમંત સોરેનના નિવાસસ્થાને મહાગઠબંધનના ધારાસભ્યોની બેઠક મળી હતી. આ બેઠક પૂરી થયા પછી સત્તાધારી ગઠબંધનના ધારાસભ્યોને લઈ જતી ત્રણ બસો નિવાસસ્થાનથી બહાર નીકળતી જોવા મળી હતી કોંગ્રેસ અને JMMના ધારાસભ્યો આ બસમાં છે. પોલીસ સુરક્ષા હેઠળ ધારાસભ્યોની બસો છતીસગઢ જઈ રહી છે. આ સિવાય સીએમ હેમંત સોરેન પણ બસમાં અન્ય ધારાસભ્ય સાથે છે. આ સાથે સીએમ હાઉસની સુરક્ષા વધારી દેવામાં આવી છે.બસોમાં ઝારખંડ મુક્તિ મોરચા (JMM), કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના ધારાસભ્યો સાથે સુરક્ષાકર્મીઓ પણ હાજર હતા. ધારાસભ્યોને ક્યાં મોકલવામાં આવી રહ્યા છે તેની માહિતી હજુ સામે આવી નથી. જો કે પ્રાથમિક અહેવાલ અનુસાર આ બસો છતીસગઢ જવા રવાના થઈ છે. રસપ્રદ વાત એ છે કે સરકારના બે ટોચના મંત્રીઓ આજે વહેલી સવારે જ છતીસગઢ પહોંચી ગયા છે અને તમામ બાબતોની તકેદારી રાખી રહ્યાં છે. મળતી માહિતી પ્રમાણે આ બધા ધારાસભ્યો ખુંટીના કોઇ રિસોર્ટમાં શિફટ થઇ રહ્યાં છે. અહેવાલ અનુસાર જો જરૂર પડે તો ગઠબંધન સરકારના ધારાસભ્યોને ‘મિત્ર રાજ્યો’ પશ્ચિમ બંગાળ અથવા છત્તીસગઢ મોકલવાની તૈયારી પણ કરવામાં આવી છે. ભાજપના ડરથી ટોચના નેતાઓ આ નિર્ણય કરી રહ્યાં હોવાનું મનાઈ રહ્યું છે.મુખ્યમંત્રી હેમંત સોરેનની આ ગતિવિધિઓથી લાગી રહ્યું છે કે, ઝારખંડમાં ધારાસભ્યોની ફોડની પણ શક્યતા છે. બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ એક દિવસ પહેલા દાવો કર્યો હતો કે, હેમંત સોરેન પાસે માત્ર 36 ધારાસભ્યો છે. તેઓ બાકીના ધારાસભ્યોનું સંચાલન કરી શકશે નહીં. તેમણે આ દાવો જેએમએમના દાવા પર કર્યો છે કે તેની પાસે 50 ધારાસભ્યોના સમર્થન પત્ર છે.આ પણ વાંચો: ઝારખંડમાં પણ રિસોર્ટ પોલીટિક્સ શરૂ : હેમંત સરકાર ખતરામાં હોવાની આશંકા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.