બોટાદમાં સંરક્ષણ દળમાં જોડાવા માટે શરૂ થઈ રહ્યા છે તાલીમવર્ગ; 31 ઓક્ટોબરના રોજ પુરાવા સાથે કલેક્... - At This Time

બોટાદમાં સંરક્ષણ દળમાં જોડાવા માટે શરૂ થઈ રહ્યા છે તાલીમવર્ગ; 31 ઓક્ટોબરના રોજ પુરાવા સાથે કલેક્…


બોટાદમાં સંરક્ષણ દળમાં જોડાવા માટે શરૂ થઈ રહ્યા છે તાલીમવર્ગ; 31 ઓક્ટોબરના રોજ પુરાવા સાથે કલેક્... સંરક્ષણ દળોમાં જોડાવા માટે બોટાદ જિલ્લા દ્વારા સર્ભવિત સપ્ટેમ્બર-૨૦૨૨ દરમિયાન સ્વામી વિવેકાનંદ સંરક્ષણ ભરતી પૂર્વ નિવાસી તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. તાલીમ વર્ગમાં જોડાવા ઈચ્છુક ઉમેવારોએ તા. ૩૧ ઓગસ્ટ, ૨૦૨૨ ના રોજ પુરાવા સાથે બોટાદ જિલ્લા સેવા સદન ખાતે ઉપસ્થિત થવાનું રહેશે. તા. ૨૦ ઓક્ટોબરથી ૧૨ નવેમ્બર, ૨૦૨૨ દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સ્પોર્ટસ ગ્રાઉન્ડ, રાજકોટ ખાતે આર્મી ભરતી રેલી યોજાશેભારતીય સૈન્યમાં અગ્નિવીર તરીકે જોડાઈ દેશની ઉત્કૃષ્ટ સેવા કરવા ઈચ્છુક શારીરિક સશક્ત પુરુષ ઉમેદવારો માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બોટાદ દ્વારા સ્વામી વિવેકાનંદ નિવાસી તાલીમ વર્ગનું આયોજન સર્ભવિત સપ્ટેમ્બર-૨૦૨૨ દરમિયાન કરવામાં આવનાર છે. તાલીમ વર્ગમાં રહેવા તેમજ જમવાની સુવિધા નિ: શુલ્ક છે. તેમજ ઉમેદવારોને સફળતા પૂર્વક તાલીમ પૂર્ણ થયે રૂ. ૩૦૦૦/-નું સ્ટાઈપેન્ડ મળવા પાત્ર છે. તાલીમ પૂર્ણ થયે તા. ૨૦-૧૦-૨૦૨૨થી ૧૨-૧૧-૨૦૨૨ દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સ્પોર્ટસ ગ્રાઉન્ડ, રાજકોટ ખાતે આર્મી ભરતી રેલી યોજાનાર છે. આ ભરતી રેલીમાં બોટાદ જિલ્લાનાં વધુમાં વધુ ઉમેદવારો જોડાય અને ઉત્તીર્ણ થાય તેના માટે શારીરિક ક્ષમતા કસોટી તેમજ લેખિત કસોટીની પૂર્વ તૈયારી રૂપે તાલીમ વર્ગમાં જોડાવા ઈચ્છુક પુરૂષ ઉમેદવારો જેઓની લધુતમ શૈક્ષણિક લાયકાત ધો. ૧૦ પાસ તથા ઉંચાઈ-૧૬૮ સે. મી., વજન-૫૦ કિ. ગ્રા. અને છાતીનું માપ-૭૭ થી ૮૨ સેમી હોવું જોઈએ તેમજ ૧૬૦૦ મીટર દોડ નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવાની રહેશે. તાલીમ વર્ગમાં જોડાવા ઈચ્છુક ઉમેવારોએ તા. ૩૧/૦૮/૨૦૨૨ નાં રોજ સવારે ૦૬: ૦૦ કલાકે પ્રિસ્કુટીની(પસંદગી પ્રક્રિયા) માટે જરૂરી આધાર પુરાવા (જેવા કે, આર્મી વેબસાઈટ ૨ અગ્નિવીર તરીકે ઓનલાઈન કરેલ અરજી પત્રકની નકલ, આધાર કાર્ડની નકલ, કોવિડ-૧૯ વેક્સીનેશન સર્ટીફિકેટ નકલ (બન્ને ડોઝ), અનુબંધમવેબપોર્ટલ પર નોંધણી સાથે જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદ ખાતે ઉપસ્થિત થવાનું રહેશે.

Report, Nikunj Chauhan Botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.