પશુગણતરી મુજબ શહેરમાં 26861 ઢોર : મનપાનું ગણિત કહે છે 12000, નોંધાયેલા 2000, રખડે છે 3000, એક દી’માં પકડાયા 30 - At This Time

પશુગણતરી મુજબ શહેરમાં 26861 ઢોર : મનપાનું ગણિત કહે છે 12000, નોંધાયેલા 2000, રખડે છે 3000, એક દી’માં પકડાયા 30


ઢોર પકડવાની વાત તો દૂર રહી શહેરમાં કેટલા ઢોર છે તે પણ મનપા તંત્ર નક્કી કરી શકતું નથી

રખડતા ઢોરને કારણે રાજકોટમાં એક જ વર્ષમાં એક મોત અને 3ને ઘાયલ કર્યાના બનાવ બન્યા છે. બીજી તરફ અન્ય શહેરોમાં પણ ઘટનાઓ બનતા હાઈકોર્ટે તંત્રનો ઉધડો લીધો હતો. જેને લઈને તંત્ર સક્રિય થયું છે પણ રાજકોટ શહેરમાં ઢોર પડકવાની વાત કરતા પહેલા હકીકતે કેટલા ઢોર છે તેનો આંક હોવો જોઈએ મનપા હજુ પણ 12000 ઢોરનો દાવો કરે છે પણ 20મી પશુગણતરી મુજબ રાજકોટ શહેરમાં 26861 ઢોર છે જે પૈકી 20000 કરતા વધુ માત્ર ગૌવંશ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.