19 જુલાઈએ બ્રિજ પૂરો ન બન્યો તો કોન્ટ્રાક્ટર કહે છે કે, હવે સપ્ટેમ્બરમાં પૂરો કરીશું, રાજકોટ મનપાને કોઈ વાંધો નથી
સિવિલ હોસ્પિટલ પાસે બની રહેલા ફ્લાયઓવર માટે વાહનચાલકોને હજુ એક મહિનો રાહ જોવી પડશે, કદાચ મુદત વધારો પણ અપાશે
કોન્ટ્રાક્ટરે પૈસા વધુ માગ્યા તે મંજૂર કરી દીધા બાદ કામ માટે છેલ્લી તારીખ અપાયાના બણગાં ફૂંક્યાં, હવે થૂંકેલું ચાટતા સત્તાધીશો
રાજકોટ શહેરમાં બ્રિજના ચાલતા કામોથી લોકો ત્રસ્ત થઈ ગયા છે. હવે સમયસર જ કામ પૂરા થશે તેમ કહી મુદ્દત વધારો આપીને બણગાં ફૂંકનારા સત્તાધીશો સમય આવતા જ કોન્ટ્રાક્ટરને શરણે થયા છે અને ફરી એક વખત નવી તારીખ આપવા માટે સમીક્ષા બેઠકમાં નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત પેનલ્ટી ન થાય તે માટે કાગળ પર મુદ્દત વધારો પણ હવે મંજૂર કરાશે તેવી પૂરી શક્યતા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.