પંચ વિધિના લાકડા બાબતે મૃતકના સગાએ અંતિમક્રિયા કરનાર યુવકને ઢોર માર માર્યો - At This Time

પંચ વિધિના લાકડા બાબતે મૃતકના સગાએ અંતિમક્રિયા કરનાર યુવકને ઢોર માર માર્યો


અમદાવાદ,શુક્રવારનિકોલ સ્માશનમાં અંતિમક્રિયા વખતે મૃતદેહ ઉપર પંચ વિધી કરવા લાકડા લાવવા બાબતે તકરાર થઇ હતી, જેમાં મૃતકના સગાએ ઉશ્કેરાઇને અંતિમવિધી કરતા યુવકને ઢોર માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે નિકોલ પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.કેમ લાકડા લેવાની ના પાડે છે કહીને ત્રણ લોકોનો યુવક ઉપર હુમલો મામલો પોલીસ સ્ટેશને પહોચ્યો આ કેસની વિગત એવી છે કે મૂળ ગીર સોમનાથના વતની અને નિકોલ નિકોલ ઠક્કરનગર બ્રિજ પાસે લીલાનગર સ્મશાનમાં રહેતા અને અંતિમક્રિયા કરવાની કામગીરી કરતા જીતેન્દ્રભાઇ પુનાભાઇ જેતવા (ઉ.વ.૪૫) નિકોલ પોલીસ સ્ટેશનમાં નિકોલ ખોડિયારનગર લીલાનગર ખાતે રહેતા ગીરધારીસિંગ આશુંસિંગ રાજપૂત સહિત ત્રણ વ્યક્તિ સામે ફરિયાદ નોેંધાવી છે કે ગઇકાલે સવારે નવ વાગે સ્મશાનમાં હાજર હતા આસમયે લીલાનગર ખાતેથી એક મૃતદેહ આવ્યો હતો જેનેા ઉપર લાકડા ગોઠવી રહ્યા હતા.મૃતદેહ ઉપર  પંચ લાકડીની વિધી કરવા માટે મૃતકના સબંધી મોટા લાકડા લાવતા હતા જેથી ફરિયાદીએ નાના લાકડા લાવવાનું કહ્યું હતું જેને લઇને ગીરધારીસિંગે આવીને કેમ લાકડા લેવાની ના પાડે છે તેમ કહીને ગાળો બોલતા હતા ફરિયાદીએ ગાળો બોલાવાની ના પાડતાં તે ગુસ્સે થઇને લાકડાથી યુવકને મારવા લાગ્યા હતા આ સમયે અન્ય બે શખ્સોએ આવીને તેઓએ પણ યુવક ઉપર હુમલો કર્યો હતો અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ગંભીર રીતે ઘાયલ  યુવકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાતા ટાંકા આવ્યા હતા. આ બનાવ અંગે નિકોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.